)
રશિયા સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક્સિયોસ વેબસાઇટ સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ યુદ્ધ ખતમ થયા બાદ રાષ્ટ્રપતિ પદ છોડવા માટે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે, મારો ઉદ્દેશ્ય યુદ્ધ સમાપ્ત કરવાનો છે, ન સત્તામાં સતત રહેવાનો.
શાંતિની દિશામાં પ્રયાસો યથાવત રાખીશું
ઝેલેન્સ્કીએ કહ્યુ કે તે યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવા માટે બધા જરૂરી પ્રયાસ જારી રાખશે. તેમનું માનવું છે કે દેશમાં યુદ્ધનો અંત માત્ર રાજકીય રૂપથી નહીં, પરંતુ જનતાની સ્વતંત્રતા અને ભવિષ્ય માટે નિર્ણાયક પગલું હશે.
ઝેલેન્સ્કીને ગેરકાયદેસર રાષ્ટ્રપતિ માને છે રશિયા
મોસ્કોએ વારંવાર ઝેલેન્સ્કીને ગેરકાયદેસર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે, કારણ કે તેમનો રાષ્ટ્રપતિ કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ રશિયાના હુમલા બાદ લગાવવામાં આવેલા માર્શલ લોને કારણે યુક્રેન ચૂંટણી કરાવી શકતું નથી. યુક્રેનની સંસદ, વેરખોન્ના રાડાએ ફેબ્રુઆરીમાં એક પ્રસ્તાવ પાસ કરી ઝેલેન્સ્કીનો કાર્યકાળ માર્શલ લો ખતમ થવા સુધી વધારી દીધો હતો.
રશિયાને રોકવા માટે પગલાં લેવા જોઈએ: ઝેલેન્સકી
અગાઉ, ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતું કે રશિયાને રોકવા માટે હવે પગલાં લેવા જોઈએ કારણ કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધને યુરોપમાં વિસ્તારવા માંગે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે વિશ્વ હાલમાં ઇતિહાસની સૌથી વિનાશક શસ્ત્ર સ્પર્ધામાં વ્યસ્ત છે.