ગુજરાતી ન્યૂઝWorldPM મોદીનું વિમાન જેવું સાઉદી એરસ્પેસમાં પહોંચ્યું કે ભવ્ય સ્વાગત કરાયું, F-15 ફાઈટર વિમાનોએ જેદ્દાહ સુધી કર્યા એસ્કોર્ટ

PM મોદીનું વિમાન જેવું સાઉદી એરસ્પેસમાં પહોંચ્યું કે ભવ્ય સ્વાગત કરાયું, F-15 ફાઈટર વિમાનોએ જેદ્દાહ સુધી કર્યા એસ્કોર્ટ

પીએમ મોદી આજથી બે દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. પીએમ મોદીના જેદ્દાહ પ્રવાસ દરમિયાન ભારત અને સાઉદી અરબ વચ્ચે મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર થશે. 

PM મોદીનું વિમાન જેવું સાઉદી એરસ્પેસમાં પહોંચ્યું કે ભવ્ય સ્વાગત કરાયું, F-15 ફાઈટર વિમાનોએ જેદ્દાહ સુધી કર્યા એસ્કોર્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિમંત્રણ પર સાઉદી અરબના બે દિવસના પ્રવાસે મંગળવારે જેદ્દાહ પહોંચ્યા. પીએમ મોદીનું વિમાન જ્યારે સાઉદી એર સ્પેસમાં એન્ટર થયું તો તેમનું વિશેષ સ્વાગત કરાયું. રોયલ સાઉદી એર ફોર્સના એફ-15 ફાઈટર વિમાનોએ જેદ્દાહ સુધી પીએમ મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું. આ પીએમ મોદીની ત્રીજી સાઉદી અરેબિય વિઝિટ છે. જ્યારે જેદ્દાહ  પહેલીવાર ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીની જેદ્દાહ યાત્રા દરમિયાન ભારત અને સાઉદી અરબ વચ્ચે ઓછામાં ઓછા છ એમઓયુ પર હસ્તાક્ષર થઈ શકે છે. જ્યારે  કેટલાક અન્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલુ છે. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પીએમ મોદી, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ તથા પ્રધાનમંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે  ભારત-સાઉદી અરબ સ્ટ્રેટિજિક પાર્ટનરશીપ કાઉન્સિલની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સાઉદી અરબના પોતાના બે દિવસના પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે ભારત સાઉદી અરબ સાથે પોતાના લાંબાગાળાના અને ઐતિહાસિક સંબંધોને વધુ મહત્વ આપે છે. હાલના વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં વ્યુહાત્મક ઊંડાઈ અને ઝડપ આવી છે. બંને દેશોએ રક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા અને લોકો વચ્ચે સંબંધોના ક્ષેત્રો સહિત પારસ્પરિક રીતે લાભકારી અને નક્કર ભાગીદારી વિક્સાવી છે. 

Add Zee News as a Preferred Source

— Sidhant Sibal (@sidhant) April 22, 2025

પીએમ મોદીએ 2014થી લઈને અત્યાર સુધી સાઉદી અરબ અને ખાડી દેશોની સાથે ભારતના સંબંધોની દિશા બદલી છે. વર્ષ 2016 અને 2019માં પહેલાની મુસાફરીઓ બાદ આ  પીએમ મોદીની ખાડી વિસ્તારના કોઈ દેશનો 15મો પ્રવાસ છે. સાઉદી અરબમાં ભારતીય રાજદૂત સુહેલ એઝાઝ ખાને પીએમ મોદીના પ્રવાસ પર કહ્યું કે ભારત અને સાઉદી અરબ વચ્ચે સંપર્કના મામલામાં જેદ્દાહ એક મહત્વનું શહેર ચે. કારણ કે સદીઓથી જેદ્દાહ બંને દેશો વચ્ચે વેપાર માટે બંદર હતું અને તે મક્કાનું પ્રવેશદ્વાર પણ છે. આથી જે કોઈ પણ ઉમરાહ અને હજ માટે આવે છે તે જેદ્દાહમાં ઉતરે છે અને પછી મક્કા જાય છે. 

સમાચાર એજન્સી પીટીઆઈએ ઉચ્ચ પદસ્થ સૂત્રોના હવાલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પીએમ મોદી સાંજે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને પીએમ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે પોતાની બેઠક દરમિયાન ભારતીય હજ મુસાફરો માટે કોટા સહિત હજ પ્રવાસ સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા પણ કરી શકે છે. ભારતના રાજદૂત સુહેલ એઝાઝ ખાને કહ્યું કે હજ એક ખુબ જ મહત્વપૂર્ણ તીર્થ યાત્રા છે અને ભારત સરકાર તેને ખુબ મહત્વ આપે છે. અલ્પસંખ્યકોના મામલાના મંત્રાલય આ યાત્રાની વ્યવસ્થા કરી રહ્યું છે. દ્વિપક્ષીય વાર્તામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે. હજ યાત્રાને લઈને સાઉદી સરકાર અને ભારત વચ્ચે હંમેશાથી ઘણો સારો સમન્વય રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news