)
આજથી લગભગ 507 વર્ષ પહેલા 14 જુલાઈ 1518ના રોજ ફ્રાન્સના સ્ટ્રોસબર્ગ શહેરમાં ફ્રાઉ ટ્રોફિયા નામની એક મહિલાએ રસ્તા પર નાચવાનું શરૂ કર્યું. તેને જોઈને ગણતરીના કલાકોમાં એક બાદ એક સેંકડોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો નાચવા લાગ્યા. ધીરે ધીરે તેમનું વલણ બેકાબૂ થતું ગયું અને બધાના પગ લોહીથી લથપથ થઈ ગયા. એકલા ફ્રાઉમાં શરૂ થયેલા આ ડાન્સને પહેલા 34 લોકોએ જોઈન કર્યો અને પછી આ આંકડો વધતો વધતો 400 સુધી પહોંચી ગયો. તેમાંથી અનેક લોકો નાચતા નાચતા પડવા લાગ્યા અને તેમના ત્યાં જ મોત નિપજવા લાગ્યા.
ફ્રાઉની સાથે ડાન્સ કરતાલોકો નાચતા નાચતા મોતના મુખમાં ધકેલાવા લાગ્યા. કોઈને ખબર ન હતી પડતી કે આખરે આ શું થઈ રહ્યું છે. ધીરે ધીરે એક બીજા પર લોકો પડતા અને મોત થતા રહ્યા. એટલે સુધી કે એક દિવસમાં 15થી વધુ મોત થવા લાગ્યા. કેટલાક લોકો તેને માનસિક ઉન્માદ ગણાવતા રહ્યા તો કોઈ આ માસ હિસ્ટીરિયાને પાગલપણું ગણાવતા રહ્યા.
તે સમયે ડોક્ટરોએ તેને ડાન્સિંગ પ્લેગ કે કોરિયામેનિયા નામ આપ્યું. તેમનું કહેવું હતું કે આ ગરમ લોહીના કારણે થયું. જ્યારે કેટલાક લોકોએ તેનું કારણ ફૂડ પોઈઝનિંગ ગણાવ્યું. કોઈ તેને એર્ગોટ ફંગસથી થનારી બીમારી તો કોઈ ઝેરેલી બ્રેડના સેવનથી થયેલા ફૂડ પોઈઝનિંગ ગણી રહ્યા હતા. એટલું જ નહીં તે સમયે અંધવિશ્વાસ ખુબ પ્રચલિત હતો, આવામાં કેટલાક લોકોએ તેને સેન્ટ વિટ્સનો શ્રાપ પણ માની લીધો.
એવું કહે છે કે ઝેરને ઝેર જ મારે છે. આવામાં ડાન્સિંગ પ્લેગથી બચવા માટે ડાન્સને જ બીમારીનો ઉપચાર બનાવીને સામે લાવવામાં આવ્યો. શહેરની વચ્ચેવચ એક એવો મોટો સ્ટેજ બનાવડાવ્યો. જ્યાં મ્યૂઝિશિયનને રાખવામાં આવ્યો જેથી કરીને ડાન્સિંગ પ્લેગથી પીડિત લોકો મન ખોલીને નાચી શકે.
ઈતિહાસનું વણઉકેલાયેલું રહસ્ય!
જુલાઈ 1518માં શરૂ થયેલી આ બીમારી ધીરે ધીરે સપ્ટેમ્બર સુધી આપોઆપ ખતમ થઈ ગઈ. 1518માં ફેલાયેલી આ રહસ્યમય બીમારી અંગે આજે પણ રહસ્ય ઘોળાયેલું છે. તેનું સટીક કારણ કોઈને ખબર નથી. ડાન્સિંગ પ્લેગ આજે પણ ઈતિહાસના સૌથી અજીબોગરીબ અને વણઉકેલ્યા રહસ્યોમાં ગણાય છે.