)
China-Pakistan Economic Corridor: પાકિસ્તાન હવે પોતાની મેઈન લાઈન-1 (ML-1) રેલવેના કરાચી-રોહરી ખંડ માટે એશિયન વિકાસ બેં (ADB) પાસેથી 2 અબજ ડોલરની લોનની માંગણી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ એક સમયે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) નો મુખ્ય ભાગ ગણાતો હતો. પરંતુ ચીન તેના માટે ફંડિંગથી હવે પાછળ હટી ગયું છે. આથી પાકિસ્તાન પહેલીવાર કોઈ મલ્ટીલેટરલ લેન્ડર્સને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની મંજૂરી આપી રહ્યું છે. કરાચીથી પેશાવર સુધી લગભગ 1800 કિલોમીટર લાંબા એમએલ-1 રેલવે અપગ્રેડને આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટું અને સૌથી પરિવર્તનકારી ગણાવવામાં આવ્યું હતું. પરંતુ લગભગ એક દાયકાની કૂટનીતિક કોશિશો બાદ ફંડિંગ શરૂ થઈ શક્યું નથી. જ્યારે સીપીઈસી હેઠળ ચીને સમગ્ર પાકિસ્તાનમાં ઉર્જા અને પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે લગભગ 60 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યું હતું. આવામાં સવાલ એ ઉઠે છે કે ચીને પીછેહટ કેમ કરી?
ચીને કેમ પીછે હટ કરી?
રિપોર્ટ્સ મુજબ ચીનનું એમએલ-1 પ્રોજેક્ટથી અલગ થવાનો નિર્ણય કઈ અચાનક નહતો લેવાયો. આ પ્રોજેક્ટની ફાઈનાન્શિયલ ફિઝિબિલિટી અંગે ચીનમાં ચિંતાઓ વધી રહી હતી. ખાસ કરીને પાકિસ્તાનની કથળતી સ્થિતિ અને કરજ ન ચૂકવવામાં તેની મુશ્કેલીઓ જોતા જ્યારે ઈલેક્ટ્રિક ફીલ્ડમાં ચીની કંપનીઓ પહેલેથી અબજોનું રોકાણ કરી ચૂકી છે.
આઈએમએફ બેલ આઉટ
ચીન હવે એવા દેશોમાં મોટા રોકાણથી બચી રહ્યું છે જ્યાં આર્થિક સ્થિતિ નબળી અને પ્રોજેક્ટ્સમાં જોખમ વધુ છે. પાકિસ્તાન પોતાની વધતી લોન અને વારંવાર આઈએમએફ બેઈલ આઉટના કારણે તેમાં ફીટ બેસે છે. જ્યારે ચીનનું ML-1 પ્રોજેક્ટમાંથી પાછળ હટવું દેખાડે છે કે પૈસાની વાત આવે ત્યારે અતૂટ મિત્રતા પણ તૂટી શકે છે. એટલું જ નહીં પાકિસ્તાન માટે કોઈ પણ રણનીતિક ભાગીદાર પર નિર્ભર રહેવાની મુશ્કેલી પણ ઉજાગર કરે છે. જો કે ML-1 પ્રોજેક્ટથી ચીનનું નીકળવું એ સીપીઈસીની સમાપ્તિ નથી પરંતુ તેનાથી તેની ગતિ ધીમી જરૂર થઈ છે. હવે એડીબી સાથે કામ કરવાનો નિર્ણય ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે નવો રસ્તો ખોલી શકે છે.
બલૂચિસ્તાન
બલૂચિસ્તાનમાં રેકો ડિક તાંબા અને સનાની ખાણોના કારણે ML-1 રેલવે અપગ્ગરેડની જરૂરિયાત વધી ગઈ છે. આ ખાણને કેનેડિયન કંપની બેરિક ગોલ્ડ વિક્સિત કરી રહી છે. આ ખાણ વિશે કહેવાય છે કે તે દુનિયાની સૌથી મોટી Untapped Mineral properties માંથી એક છે. અને ભવિષ્યમાં પાકિસ્તાનના નિકાસમાં મોટું યોગદાન આપી શકે છે.
લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
પરંતુ ખાણથી પોર્ટ સુધી સામાન પહોંચાડવા માટે જરૂરી લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ નબળું છે. જૂની રેલવે લાઈન ભારે માલ ઉઠાવવા માટે લાયક નથી . આધુનિક ML-1 વગર ખાણની પૂરી આર્થિક ક્ષમતા કાઢી શકાય તેમ નથી. આ કારણે એશિયન વિકાસ બેંકે માત્ર રેલવેના ફંડિંગને કબૂલ કર્યું એવું નથી પરંતુ રેકો ડિક પ્રોજેક્ટ માટે $410 મિલિયન આપવાનું પણ વચન આપ્યું છે. પાકિસ્તાન માટે આ ફક્ત એક ટ્રાન્સપોર્ટ અપગ્રેડ નથી, પરંતુ લાંબા સમયગાળાની ખનિજ નિકાસની તૈયારી છે.
આસિમ મુનીર
જો કે પાકિસ્તાનનો એશિયન વિકાસ બેંક (ADB) અને પશ્ચિમ સમર્થિક ફંડિંગ સંસ્થાઓથી CPEC પ્રોજેક્ટ માટે સંપર્ક કરવું સરળ નિર્ણય ન હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રોજેક્ટ પહેલેથી જ ચીન સાથે શેર કરાયો હતો જેથી કરીને ચીન સાથે સારા સંબંધ રાખી શકે અને આર્થિક વિકલ્પ પણ ખુલ્લા રહે. પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે પણ કહ્યું હતું કે અમે એક મિત્ર માટે બીજાને ખોઈશું નહીં.
રેકો ડિક
અમેરિકા પણ પાકિસ્તાનની ખનિજ સંપત્તિઓ જેમ કે રેકો ડિકમાં રસ દાખવી રહ્યું છે. પાકિસ્તાનનું હવે બહુપક્ષીય ફંડિંગ અપનાવવું ફક્ત આર્થિક નહીં પરંતુ રણનીતિક પગલું છે. ADB ની વધતી ભૂમિકા પાકિસ્તાનના ઈન્ફ્રાસ્ટ્ર્કચરમાં વધુ ડાઈવર્સ અને સંતુલિત વિદેશી નીતિની શરૂઆત હોઈ શકે છે. જ્યારે લાંબા સમયગાળામાં આ પગલું પાકિસ્તાનને કોઈ એક સાથી પર નિર્ભર રહેવાથી બચાવશે અને ચીન તથા અમેરિકા બંને સાથે ડીલમાં વધુ પ્રભાવ આપશે.