)
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને ભારતને સતત ધમકીઓ આપતું જઈ રહ્યું છે. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં PAKના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે જણાવી દીધું કે ભારત ત્યારે હુમલો કરશે.
પાકિસ્તાનની ABN ન્યૂઝના એક ઈન્ટરવ્યૂમાં અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે, મને તેમાં કોઈ શંકા નથી કે ભારત કોઈને કોઈ કાર્યવાહી તો જરૂર કરશે, કારણ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બિહારમાંથી જાહેરાત કરી હતી કે કાર્યવાહી તો જરૂરથી કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આપણે ભવિષ્યમાં ડોકીયું કરીએ તો 2016માં ઉરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈકનો ખેલ થયો હતો.
દરિયામાં પાણી નહીં વહે તો લોહી વહશે
અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે, ભારતની મીડિયા તેમના આર્મી અધિકારી અને સંરક્ષણ વિશેષજ્ઞોની માનીએ તો ભારત કોઈને કોઈ રીતે હુમલો તો કરશે જ. સિંધુ જળ સમજૂતીને ભારત તરફથી રદ્દ કરવાને લઈને તેમણે જણાવ્યું હતું કે, પાણી વિના પાકિસ્તાન માટે જીવવું મુશ્કેલ છે. પાણી ના મળવાના કારણે અમારી જિંદગીઓ ખતરામાં પડી શકે છે અને જો દરિયામાં પાણી નહીં વહે તો લોહી વહેશે.
ભારત ક્યારે કરશે પાકિસ્તાન પર હુમલો
પાકિસ્તાની એન્કરના સવાલ પર અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે, ઉરી હુમલા બાદ આપણે બધાએ જોયું હતું કે 8-9 દિવસોની અંદર ભારતે કથિત રીતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતનો રેકોર્ડ ક્લીયર છે કે તે 8-12 દિવસોની અંદર કાર્યવાહી કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો અમે આ પેટર્નને જોઈએ તો 22 એપ્રિલે પહલગામમાં હુમલો થયો તો આ વખતે ભારત 1-3 મે વચ્ચે કે પહેલા અઠવાડિયામાં પણ કાર્યવાહી કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે જો આવી કોઈ કાર્યવાહી કરી તો અમે પણ સંપૂર્ણ રીતે તૈયાર છીએ. પાકિસ્તાન પણ તાબડતોડ જવાબી કાર્યવાહી કરશે.