વ્હાઇટ હાઉસનો દાવો, ડોનાલ્ડ ટ્રંપે પોર્ન સ્ટાર સાથે પ્રેમ-સંબોધોનો કર્યો ઈન્કાર

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 07:30 PM IST
  વ્હાઇટ હાઉસનો દાવો, ડોનાલ્ડ ટ્રંપે પોર્ન સ્ટાર સાથે પ્રેમ-સંબોધોનો કર્યો ઈન્કાર
ફાઇલ ફોટો

વોશિંગટનઃ વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોર્ન સ્ટાર સાથે પ્રેમ પ્રસંગના આરોપોનો ઈન્કાર કર્યો છે. આ પહેલા મહિલાએ કોર્ટમાં મામલો દાખલ કરી તે સમજુતીને અમાન્ય કરવાની માંગ કરી હતી, જે તેને કથિક સંબંધો પર ચર્ચા કરવાથી રોકે છે. સ્ટેફની ક્લિફર્ડને એડલ્ટ ફિલ્મોમાં સ્ટોમી ડેનિયલ્સના નામથી ઓળખવામાં આવે છે. તેણે મંગળવારે કેલિફોર્નિયા રાજ્યની કોર્ટમાં કેસ દાખલ કર્યો. 

કુલ 28 પેજની અરજીમાં આરોપ લગાવ્યો કે ટ્રંપના ખાનગી વકીલ માઇકલ કોહેન તેને એક લાખ 30 હજાર ડોલર આપ્યા હતા કે તે ટ્રંપ સાથેના શારિરીક સંબંધોને જાહેર ન કરે. આ રકમ ત્યારે આપવામાં આવી જ્યારે ટ્રંપ રિપબ્લિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. 

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિન સારા સૈંડર્સે પોતાના નિયમિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું, રાષ્ટ્રપતિએ પોતાના વિરુદ્ધ લાગેલા આરોપોને નકાર્યા છે અને મધ્યસ્થતામાં તે આ મામલો પહેલા જીતી ચુક્યા છે. સ્ટેફનીએ આરોપ લગાવ્યો કે કોહેને એક ખોટા નિદેવન પર સહી કરાવી અને તે તેની સાથે કથિત યૌન સંબંધો વિશે કોઈપણ સમજુતી પર સહી ન કરે. 

પ્રશ્નના જવાબમાં સારાએ કહ્યું કે, તેને નથી ખબર કે ટ્રંપને તે જાણકારી છે કે તેના વકીલે વયસ્ક ફિલ્મોની સ્ટારને તે સમયે ચૂકવણી કરી હતી. આ ચૂકવણી 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. 

પોર્ન સ્ટારનો દાવો-બંને વચ્ચે હતા સંબંધ
સ્ટેફની ક્લિફોર્ડ ઉર્ફે સ્ટોર્મી ડેનિયલે દાવો કર્યો છે કે ટ્રમ્પ અને તેની વચ્ચે એકવાર શારીરિક સંબંધ બંધાયા હતાં અને લાંબા સમય સુધી બંને વચ્ચે સંબંધ પણ રહ્યો હતો. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ તેમણએ પોતાના વકીલ દ્વારા બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતને નકારી હતી.

સમાધાન માટે અપાયા હતાં 1,30,000 ડોલર
ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને કહ્યું કે તેમણે પોર્ન સ્ટારને 1,30,000 ડોલર એટલે કે લગભગ 84 લાખ રૂપિયા સમાધાન પેટે આપ્યા હતાં. અત્રે જણાવવાનું કે આ રકમ તે એગ્રીમેન્ટનો ભાગ હતી.