The Nobel Peace Prize 2021: કોને મળશે 2021નો નોબેલ શાંતિ પુરસ્કાર? ટ્રમ્પ, નવેલની, WHO અને ગ્રેટા થનબર્ગ વચ્ચે મુકાબલો

Nobel Peace Prize 2021: વર્ષ 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) માટે નોંધણીની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે જે લોકો વચ્ચે પુરસ્કાર માટે જંગ જોવા મળશે તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), રશિયામાં વિપક્ષી નેતા એલેક્સી નવેલની, જળવાયુ પરિવર્તન એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સામેલ છે.

The Nobel Peace Prize 2021: કોને મળશે 2021નો નોબેલ શાંતિ પુરસ્કાર? ટ્રમ્પ, નવેલની, WHO અને ગ્રેટા થનબર્ગ વચ્ચે મુકાબલો

ઓસ્લોઃ વર્ષ 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) માટે નોંધણીની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે જે લોકો વચ્ચે પુરસ્કાર માટે જંગ જોવા મળશે તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), રશિયામાં વિપક્ષી નેતા એલેક્સી નવેલની, જળવાયુ પરિવર્તન એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સામેલ છે. ટ્રમ્પને છોડીને બાકી ત્રણેય ઉમેદવારોને નોર્વેના સાંસદોએ નોમિનેટ કર્યા છે. મહત્વનું છે કે નોબેલ શાંતિ પુરસ્કાર માટે વિજેતા પસંદ કરવાનો ટ્રેક રેકોર્ડ નાર્વેના આ સાંસદોના નામે જ છે. 

વિજેતા ચૂંટવાના ટ્રેક રેકોર્ડમાં નોર્વેના નામ
આ ઉમેદવારો સિવાય વિશ્વભરના હજારો લોકોએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અરજી કરી છે. તેમાં ઘણા દેશોના સાંસદો સિવાય પૂર્વ નોબેલ વિજેતા પણ સામેલ છે. રવિવાર એટલે કે આજે નોબેલ શાંતિ પુરસ્કારો  (Nobel Peace Prize) માટે નોમિનેશન બંધ થઈ ગયું છે. પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓસ્લોના ડાયરેક્ટર હેનરિક ઉરાલ્ડે કહ્યુ કે, નોર્વેના સાંસદોએ 2014 બાદથી દર વર્ષે જેને શાંતિ પુરસ્કારો માટે નોમિનેટ કર્યા છે, તેમાંથી એકના નામે આ એવોર્ડ થયો છે. હાલના વર્ષોથી પેટર્ન ખુબ આશ્ચર્યજનક છે. 

નોમિનેશનનો ખુલાસો નથી કરતી નોબેલ કમિટી
નોર્વેજિયન નોબેલ કમિટીના નિર્ણય પર તે નિર્ભર કરશે કે આ પુરસ્કાર કોને આપવામાં આવશે. આ કમિટી નોમિનેશન પર ક્યારેય ટિપ્પણી કરતી નથી. નોબેલ કમિટી 50 વર્ષ સુધી નોમિનેશન અને અસફળ ઉમેદવારોના નામ પણ ગુપ્ત રાખે છે. પરંતુ જો અરજી કરનાર વ્યક્તિ નામનો ખુલાસો કરવા ઈચ્છે તો તેને જાહેર કરી શકાય છે. 

કોણ છે ગ્રેટા થનબર્ગ
ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ને જળવાયુ સંકટ વિરુદ્ધ લડાઈમાં સૌથી અગ્રણી વક્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. તેણે ઘણીવાર પોતાના ભાષણોથી લોકોના દિલ જીત્યા છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેની ટ્વિટર વોરની પણ ખુબ ચર્ચા થઈ હતી. ડિસેમ્બર 2020મા સ્વીડનની આ 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટને પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને 2019ની 'પર્સન ઓફ ધ યર' પસંદ કરી હતી. 

પુતિનના વિરોધી છે એલેક્સી નવેલની
એલેક્સી નેવેલની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ના ઘોર વિરોધી છે. થોડા મહિના પહેલા તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુપ્તચર તંત્રએ તેમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે સારવાર માટે જર્મની જવુ પડ્યુ હતુ. થોડા દિવસ પહેલા તેઓ રશિયા પરત ફર્યા તો તેમની ધરપકડ કરી લેવામાં આવી, ત્યારબાદ પુતિન વિરુદ્ધ જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news