Iran War Close To Over Says Trump : ઈરાન સામેના યુદ્ધમાં હવે ટ્રમ્પ નબળા પડી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. તેઓએ અચાનક સૂર બદલ્યો છે અને 48 કલાકમાં યુદ્ધ બંધ કરવાની વાત કરી છે. આ વાત પરથી લાગે છે કે, યુદ્ધને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ફસાઈ ગયા છે. હવે તેઓ હોર્મુઝ મુ્દ્દે પાછી પાની કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે ટ્રમ્પના બદલાતા નિવેદનો પર ઉભા થયા સવાલ.

Iran war updates: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પાકિસ્તાનની પ્રજાની સલાહ ક્યારેય સારી રહી નથી. હવે તો આખી દુનિયામાં પણ લગભગ આવું જ જોવા મળી રહ્યું છે. કોઈને પણ ટ્રમ્પ પર વિશ્વાસ રહ્યો નથી. તેઓ ક્યારે શુ કરશે. ક્યારે યુદ્ધ જાહેર કરશે અને ક્યારે વાતચીતની વાત શરૂ કરશે, આ કોઈને ખબર નથી. હવે ટ્રમ્પ કહેવા લાગ્યા છે કે આગામી 48 કલાકમાં યુદ્ધ સમાપ્ત થઈ જશે.
એક બાજુ હોર્મુઝમાં ઘેરાબંધી અને બીજી બાજુ પોતાના ઓવલ ઓફિસમાં બર્ગર મંગાવીને ખુદ જ સ્વીકારતા ટ્રમ્પ.
આથી વધુ પ્રતીકાત્મક વિસંગતિ શું હોઈ શકે, ટ્રમ્પના અસ્થિર અને ક્યારેક એક તો ક્યારેક બીજો નિર્ણય લેવાનો અંદાજ.
આ વિસંગતિનું સત્ય એ છે કે, ઈરાન સાથે પહેલા યુદ્ધ અને હવે સીઝફાયર વચ્ચેના સંઘર્ષમાં ટ્રમ્પ ગંભીર રીતે ફસાઈ ગયા છે..અને લગભગ એકલા પણ..
આ વાત ટ્રમ્પના પોતાના નિવેદનોથી જ સમજાઈ શકે છે.
ટ્રમ્પ કહી રહ્યાં છે કે, મને લાગે છે કે યુદ્ધ લગભગ સમાપ્ત થવા જઈ રહ્યું છે. જો હું અત્યારે પાછળ હટી જાઉં, તો તેમને પોતાનો દેશ ફરી ઉભો કરવામાં 20 વર્ષ લાગી જશે અને આપણું કામ હજી પૂરું થયું નથી. મને લાગે છે કે તેઓ કોઈપણ કિંમતે સમજૂતી કરવા માંગે છે.
ટ્રમ્પના આવા વિરોધાભાસી નિવેદનો જોઈને નવા પોપ લીઓએ તેમને અહંકારી અને દુષ્ટ પણ કહી દીધા. હવે તેનો અર્થ તમે સ્વયં સમજી શકો છો. દુનિયા જાણે છે કે ઈસ્લામાબાદમાં ટ્રમ્પની શરતોને ઈરાને કેવી રીતે નકારી કાઢી હતી, જ્યારે ટ્રમ્પ હવે એ જ ઈરાનને સમજૂતી માટે આતુર બતાવી રહ્યા છે.
બીજી મહત્વની વાત- 48 કલાકમાં યુદ્ધ સમાપ્ત થવાના દાવાનો આધાર શું છે ? હોર્મુઝમાં ઘેરાબંધી..
હોર્મુઝમાં ઘેરાબંધીથી યુદ્ધ સમાપ્ત થશે?
એટલે કે,અમેરિકાએ હોર્મુઝ પર નાકાબંધી માટે જે 15 યુદ્ધપોત અને 20 ફાઇટર વિમાનો તૈનાત કર્યા હતા, તે ચીન સામે નિષ્ફળ રહ્યા. કારણ કે ઈરાનની મંજૂરી સાથે ચીનનું મેથેનોલ ભરેલું જહાજ આરામથી પસાર થઈ ગયું અને અમેરિકન સેના જોયા કરતી રહી.
આ પણ વાંચો :
અમેરિકન નેવીના કોઈ બેડેને ચીની જહાજને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. ઈરાન પહેલેથી જ આ નાકાબંધીને નકારી ચૂક્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ કહી દીધું કે કોઈપણ વિદેશી શક્તિ તેમને રોકી, ધમકી આપી કે ડરાવી શકતી નથી.
હોર્મુઝમાં પોતાના જહાજને પસાર કરાવીને ચીને આ વાત સાબિત પણ કરી દીધી. આ નાકાબંધીથી માત્ર ચીન જ નહીં, પરંતુ યુરોપ અને અરબ દેશો પણ નારાજ છે. સાઉદી અરબના વિદેશ મંત્રીએ તો અહીં સુધી કહી દીધું કે અમેરિકાની ઉપર સુરક્ષા માટે આધાર રાખવો હવે જોખમી છે.
સાઉદી અરબનો ભરોસો ઉઠ્યો
સાઉદી અરબના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાન કહે છે કે, અમેરિકા પર નિર્ભર રહેવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. ટ્રમ્પ અમારી સુરક્ષા કેવી રીતે કરી શકે, જ્યારે તેઓ પોતાના દેશની જ સુરક્ષા કરી શકતા નથી? અરબ દેશોએ જોઈ લીધું છે કે, ઈરાને 6 અઠવાડિયાના યુદ્ધમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમને કેવી રીતે નિષ્ફળ બનાવી દીધા. ઈરાન હુમલા કરતું રહ્યું અને ટ્રમ્પ પોતાના નિવેદનો બદલતા રહ્યાં.
આજે પરિસ્થિતિ એવી છે કે સાઉદી અરબથી લઈને ઈરાક, જૉર્ડન, કતાર, બહેરિન અને યુએઈ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. આવી સ્થિતિમાં અમેરિકા પર વિશ્વાસ કોણ કરશે? હવે ટ્રમ્પ અને તેમની ટીમ ઈરાન સાથે વાતચીત માટે નરમ વલણ અપનાવી રહ્યા છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે કહ્યું કે, જો તમે પરમાણુ હથિયારો ન બનાવવાનો વચન આપો, તો અમે ઈરાનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવીશું. અમે ઈરાનના લોકોને વૈશ્વિક અર્થતંત્રમાં સ્વાગત કરીશું. આ જ બાબત ટ્રમ્પ વાતચીત દ્વારા હાંસલ કરવા માંગે છે.
જે ટ્રમ્પ 12 એપ્રિલ સુધી ઈરાનને સંવર્ધિત યુરેનિયમ દૂર કરવા અને પરમાણુ કાર્યક્રમ બંધ કરવા દબાણ કરતા હતા, હવે એ જ ઈરાનને લાલચ આપતા જોવા મળે છે-ફક્ત પરમાણુ બોમ્બ ન બનાવો, અમે તમને સમૃદ્ધ બનાવીશું...
વિચાર કરો-એક સુપરપાવર તરફથી આવું નિવેદન કેટલું હાસ્યાસ્પદ લાગે છે.
આ પણ વાંચો :