ઘોર કળિયુગ! આ મહિલાએ ક્રૂરતાની હદ વટાવી...વોશરૂમમાં જઈને શ્વાનને ડૂબાડી ડૂબાડીને મારી નાંખ્યો!

Pet Killed: તપાસ બાદ પોલીસે મહિલા વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું અને તેની પશુ ક્રૂરતાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. આ ગુનાને અમેરિકામાં થર્ડ ડિગ્રીનો ગુનો ગણવામાં આવે છે.
 

ઘોર કળિયુગ! આ મહિલાએ ક્રૂરતાની હદ વટાવી...વોશરૂમમાં જઈને શ્વાનને ડૂબાડી ડૂબાડીને મારી નાંખ્યો!

Woman Drowns Dog: ડોગ પાળનારા લોકો પોતાના ડોગ માટે કંઈ પણ કરે છે, પરંતુ એક મહિલાએ પોતાના જ પાલતુ ડોગ પ્રત્યે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. અમેરિકાના ઓરલેન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે જ્યાં એક 57 વર્ષીય મહિલાએ તેના પાલતુ ડોગને એરપોર્ટના વોશરૂમમાં ડુબાડીને મારી નાખ્યો હતો. આરોપ છે કે મહિલા તેના ડોગને ફ્લાઈટમાં લઈ જવા માંગતી હતી પરંતુ જરૂરી દસ્તાવેજોના અભાવે તેને બોર્ડિંગની પરવાનગી આપવામાં આવી ન હતી. પછી તેને એવો ગુસ્સો આવ્યો કે તેણે આવો ગુનો કર્યો.

ટોયલેટમાં ડૂબી ગયો અને...
હકીકતમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના ગયા ડિસેમ્બરમાં બની હતી જ્યારે ગુસ્સામાં મહિલાએ તેના ડોગને એરપોર્ટના શૌચાલયમાં ડુબાડી દીધો હતો અને પછી તેના મૃતદેહને ડસ્ટબિનમાં ફેંકી દીધો હતો. બાદમાં સફાઈ કામદારોએ ડોગના મૃતદેહને બહાર કાઢ્યો અને પોલીસને જાણ કરી. હવે આ કેસની તપાસ કર્યા બાદ પોલીસે મંગળવારે આરોપી મહિલા એલિસન અગાથા લોરેન્સની ધરપકડ કરી છે.

પ્રાણી ક્રૂરતાના આરોપમાં ધરપકડ
અહેવાલો અનુસાર, લગભગ ત્રણ મહિના સુધી તપાસ કર્યા પછી પોલીસે મહિલા વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું અને પશુ ક્રૂરતાના આરોપમાં તેમેની ધરપકડ કરી. આ ગુનાને અમેરિકામાં થર્ડ ડિગ્રીનો ગુનો ગણવામાં આવે છે. તેની ધરપકડના થોડા સમય પછી મહિલાએ 5000 ડોલરની જામીન રકમ જમા કરાવી અને હાલમાં તે મુક્ત છે.

કારણ કે ફ્લાઈટમાં બેસવા દેવામાં ન આવી
મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ અમેરિકામાં પ્રાણીઓના અધિકારોની સુરક્ષાને લઈને અવાજો ઉઠવા લાગ્યા છે. ફ્લોરિડાના એક પ્રાણી અધિકાર કાર્યકર્તાએ કહ્યું કે તે ખૂબ જ આઘાતજનક છે કે એક મહિલાએ તેના પાલતુનો જીવ એટલા માટે લઈ લીધો કારણ કે તેને ફ્લાઈટમાં ચડવાની મંજૂરી ન હતી. દરમિયાન ફ્લોરિડાના સેનેટર ટોમ લીકે આ બાબતને પ્રાણી ક્રૂરતાના કાયદાને વધુ કડક બનાવવાની જરૂરિયાત ગણાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news