North Korea Missile Launch: તાનાશાહે ફરી એકવાર પોતાની મિસાઇલથી દુશ્મનોને હચમચાવી દીધા છે. જાપાન અને સાઉથ કોરિયામાં તણાવ વધ્યો છે. તાનાશાહે મિસાઇલ ઉત્તર કોરિયાના સિન્પોમાંથી દાગી છે. ચિંતાની વાત એ છે કે એપ્રિલ મહિનામાં ચોથી વાર કિમ જોંગે મિસાઇલ ટેસ્ટ કર્યું છે. દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે કે કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. એટલે મધ્ય પૂર્વ પછી હવે કોરિયન પ્રાયદ્વીપમાં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

North Korea Missile Launch: કિમ જોંગ જ્યારે પણ કંઈ કરે છે, ત્યારે આખી દુનિયા ટેન્શનમાં આવી જાય છે. ઉત્તર કોરિયાના તાનાશાહની મિસાઇલની દિવાનગીએ દુનિયાના હદયના ધબકારા ફરી તેજ કરી દીધા છે. આ વર્ષની સાતમી અને એપ્રિલ મહિનાની ચોથી મિસાઇલ ટેસ્ટ કરીને યુનાઈટેડ સ્ટેટ, જાપાન અને દક્ષિણ કોરિયાની ઊંઘ ઉડાવી દીધી છે.
સવાલ એ છે કે કિમ જોંગ શું ઈચ્છે છે?
શું જાપાન અને દક્ષિણ કોરિયા પર હુમલો કરવાની યોજના છે?
શા માટે સતત મિસાઇલ લોન્ચ કરી રહ્યો છે તાનાશાહ?
વારંવાર મિસાઈલનું કિમ કરે છે પરિક્ષણ
કિંમ જોંગ બતાવી રહ્યો છે પોતાની તાકાત
શું ઈચ્છે છે કિંમ જોંગ ઉન?
મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, પણ કોરિયન પ્રાયદ્વીપમાં પણ તણાવ ઓછો નથી. કિમ જોંગ દુશ્મનોને શક્તિ બતાવીને સંકેત પણ આપી રહ્યો છે અને સંદેશ પણ, ફરી એકવાર તેણે બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો છે.
જાપાન અને દક્ષિણ કોરિયા એલર્ટ
આ મિસાઇલ્સ ઉત્તર કોરિયાના પૂર્વીય તટિય શહેર સિનપોમાંથી લોન્ચ કરવામાં આવી હતી. જે જાપાનના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનની બહાર જઈને પડી. કિમે આ વખતે ક્લસ્ટર બોમ્બ વોરહેડ સાથેની હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે. 2026માં ઉત્તર કોરિયાની આ સાતમી અને એપ્રિલ મહિનામાં ચોથું પરિક્ષણ છે. જ્યારે મિસાઇલ લોન્ચ થઈ, ત્યારે તેની દીકરી પણ ત્યાં હાજર હતી. લોન્ચ બાદ જાપાન અને દક્ષિણ કોરિયા એલર્ટ થઈ ગયા.
સુરક્ષા માટે પણ કડક નિર્દેશો અપાયા
મિસાઇલ લોન્ચની ખબર મળતાં જ જાપાન સરકારે તાત્કાલિક સુરક્ષા પગલાં લીધા. વડાપ્રધાન કાર્યાલયમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી અને તમામ વિભાગોને સતત માહિતી મેળવવા સૂચના આપવામાં આવી. સમુદ્રમાં રહેલા જહાજો અને આકાશમાં ઉડતા વિમાનોની સુરક્ષા માટે પણ કડક નિર્દેશો આપવામાં આવ્યા. જાપાન, અમેરિકા અને દક્ષિણ કોરિયા મળીને આ મિસાઇલની ક્ષમતા અને ઉત્તર કોરિયાના હેતુની તપાસ કરી રહ્યા છે.
વાસ્તવમાં, મિસાઇલ ટેસ્ટિંગ સાથે કિમ જોંગ પોતાની નૌસેનાની શક્તિ પણ ઝડપથી મજબૂત બનાવી રહ્યો છે. તાજેતરમાં તેણે યુદ્ધપોતમાંથી ક્રૂઝ મિસાઇલ પરીક્ષણનું નિરીક્ષણ પણ કર્યું હતું. તાનાશાહ સમયાંતરે આવા ટેસ્ટ કરતો રહે છે.
વારંવાર મિસાઈલનું કિમ કરે છે પરિક્ષણ
કિમ જોંગના સૈન્ય ભંડારમાં અનેક આધુનિક મિસાઇલ્સ છે. જાપાન અને દક્ષિણ કોરિયા તેના મુખ્ય દુશ્મનો છે, અને અમેરિકા આ દેશોને મદદ કરે છે, તેથી કિમ અમેરિકા ને પણ દુશ્મન માને છે. તેની મિસાઇલ પરીક્ષણો સતત તણાવ વધારી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નિયમોની પરવા કર્યા વગર કિમ આધુનિક હથિયારોનું પરીક્ષણ કરી રહ્યો છે, જે દુનિયા માટે જોખમી છે.