)
દુનિયામાં એક ગામ એવું પણ છે જેને વિશ્વનું સૌથી ભૂતિયું ગામ એવો દરજ્જો મળેલો છે. વાત જાણે એમ છે કે આ ઈંગ્લેન્ડના કાઉન્ટીમાં વસેલું એક નાનકડું ગામ પ્લકલી છે. જે ફક્ત પોતાની સુંદરતા માટે નહીં પરંતુ પોતાના ડરામણા ઈતિહાસ માટે પણ ખુબ પ્રખ્યાત છે. આ ગામનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયના સૌથી ભૂતિયા ગામ તરીકે નોંધાયેલું છે. સ્થાનિક લોકો મુજબ અહીં ઓછામાં ઓછી 12 જગ્યા એવી છે જ્યાં ભૂત રહે છે. તેની કહાનીઓ ગામની ગલીઓ, ખેતરો અને જંગલોમાં ગૂંજતી રહે છે.
પ્લકલી કેમ છે આટલું ડરામણું?
આ ગામની ભૂતોની કહાનીઓ સદીઓ જૂની છે. દરેક ભૂતની પોતાની એક દુખદ કે રહસ્યમયી કહાની છે. જો કે આ ગામ ખુબ સુંદર પણ છે. ચર્ચ, સ્કૂલ, રેસ્ટોરાથી લઈને દુકાનો સહિતની સુવિધાઓ મળશે. એવું કહેવાય છે કે 18મી સદીમાં કટેલાક લોકોએ એક માણસને હાઈવે હોન્ટિંગ પર તલવારથી કાપીને લટકાવી દીધો હતો. જો કે આ ફક્ત એક કહાની છે. અહીં આવી અનેક કહાનીઓ છે જે આ જગ્યાને ભૂતિયા બનાવે છે.
ઈંટ બનાવતા માણસો
પ્લકલીમાં એક બૂમો પાડતું ભૂત પણ છે. જે ઈંટ બનાવવાની જગ્યા પર કામ કરે છે. એવું કહેવાય છેકે આ દરમિયાન તેનું પડીને મોત થયું હતું. ત્યારથી તેનો આત્મા અહીં ભટકે છે.
હાઈવે મેન
આ ગામમાં હાઈવે મેનનો આત્મા પણ ભટકે છે. એવું કહેવાય છેકે હાઈવે મેનને તલવારથી મારવામાં આવ્યો હતો અને તેને એક ઝાડ પર લટકાવી દેવાયો. ત્યારથી તે હવે ફ્રાઈટ કોર્નરના નામથી ઓળખાય છે. અહીંના લોકો અને ટુરિસ્ટ્સનું માનવું છે કે આ એક છાયાદાર આકૃતિ તરીકે દેખાય છે.
વૃદ્ધ મહિલા
ઈંગ્લેન્ડના આ ગામમાં વૃદ્ધ મહિલાનું ભૂત પણ ખુબ ફેમસ છે. એવું કહેવાય છે કે તેણે સૂતા સમયે ભૂલથી પોતાને જ આગ લગાવી દીધી હતી. જ્યાં હવે ગામમાં આ મહિલાનો આત્મા ભટકે છે.
પર્યટકો માટે એક ડરામણો અનુભવ
આ ગામ ફક્ત સ્થાનિક લોકો માટે નહીં પરંતુ દુનિયાભરના લોકો માટે પેરાનોર્મલ એક્ટિવિટીમાં રસ ધરાવતા પર્યટકોને પણ આકર્ષિત કરે છે. દર વર્ષે ખાસ કરીને હેલોવીન દરમિયાન હજારો પર્યટકો ભૂતની શોધમાં આવે છે. અનેક પર્યટકો દાવો કરે છે કે તેમણે અહીં અજીબોગરીબ અવાજ સાંભળ્યા છે. અસ્પષ્ટ છાયા જોવા મળી છે કે પછી અચાનક તાપમાનમાં ઘટાડો અનુભવ્યો છે.
પ્લકલી ગામનું નામ સૌથી પહેલા 1989માં ગિનિસ બૂકમાં નોંધાયું હતું. આ ગામની રહસ્યમયી કહાનીઓએ અનેક લેખકો અને ફિલ્મ નિર્માતાઓને પણ પ્રેરિત કર્યા છે. એટલે સુધી કે અનેક ફિલ્મો અને ટીવી શોનું શુટિંગ પણ આ ગામમાં થયેલું છે. જો કે કેટલાક લોકો આ કહાનીઓને ફક્ત લોકવાયિકા માને છે. પરંતુ ગામના લોકો અને પ્રવાસીઓ આ કહાનીઓને સાચી માને છે. આ જ કારણ છે કે આ ગામ આજે પણ દુનિયાના સૌથી ભૂતિયા સ્થાનોમાંનું એક છે.
પ્લકલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આજે પણ તે એક સુંદર અને શાંત ગામ છે. પરંતુ તેના ડરામણા ઈતિહાસે તેને એક અનોખી ઓળખ આપી છે. આ એક એવી જગ્યા છે જ્યાં કુદરતની સુંદરતાની સાથે સાથે રહસ્ય અને ડરનો અહેસાસ પણ થાય છે. પ્લકલીનો ભૂતિયા ઈતિહાસ તેને ઘોસ્ટ ટુરિઝમનું કેન્દ્ર બનાવે છે જે ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી પ્રચલિત માન્યતાઓ, સામાન્ય જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની સટીકતા કે વિશ્વસનિયતાની કોઈ પુષ્ટિ કરતું નથી.)