)
Mumbai to Dubai underwater train : સ્પીડ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ખુબ રોમાંચક કરે છે. આ કારણ છે કે ભલે કાર હોય, બાઇક કે પછી બુલેટ ટ્રેન કેમ ન હોય તેની સૌથી વધુ ચર્ચા રહે છે. પરંતુ આ બધા વચ્ચે વાત તે સુપરફાસ્ટ બુલેટ ટ્રેનની જેની માત્ર સ્પીડ જ નહીં પરંતુ તે પાણીની અંદર હવાથી પણ ઝડપી ગતિએ ભાગશે.
પાણીની અંદર દોડતી આ હાઈ સ્પીડ ટ્રેન મુંબઈ અને દુબઈ વચ્ચેના પ્રવાસનો ઘણો સમય બચાવશે. જો આ નવી ટ્રેન કાર્યરત થઈ જશે તો બંને શહેરો વચ્ચેનું લગભગ 2000 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે.
UAEના નેશનલ એડવાઈઝરી બ્યુરોની યોજના અનુસાર દુબઈ અને મુંબઈ વચ્ચે અંડરવોટર રેલ લિંક બનાવવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર હાઈ સ્પીડ ટ્રેનની સ્પીડ 600 કિલોમીટરથી 1000 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હશે.
સૌથી ખાસ વાત છે કે કેટલાક વર્ષ પહેલા મુંબઈથી દુબઈની અન્ડર વોટર ટ્રેન પ્રોજેક્ટનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અને તેની મંજૂરીમાં કોઈ ખાસ પ્રગતિ થઈ શકી નહીં. એક તરફ જ્યાં આ પ્રસ્તાવિત રેલ નેટવર્કથી હવાઈ સફર કરનારને યાત્રાન વધુ એક વિકલ્પ મળશે તો બીજીતરફ તેનાથી ભારત અને યુએઈ વચ્ચે કાચા તેલ અને સામાનોની સુવિધાજનક ડિલીવરી સંભવ થઈ શકશે.
પાણીની અંદર ચાલનાર આ રેલ નેટવર્ક દ્વારા પેસેન્જર આ યાત્રા દરમિયાન અન્ડરવોટર વર્લ્ડનો સુખદ અનુભવ લઈ શકશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય તો અબજો રૂપિયાનું ભવિષ્યમાં રોકાણ કરવામાં આવશે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે જો આ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી જાય તો રેલ લિંક 2030 સુધી ઓપરેશનલ થઈ શકે છે. હાલ વાતચીત ચાલી રહી છે અને આગળના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મંજૂરી અને નાણાકીય રોકાણ પર નિર્ભર કરશે.