• 542/542 लक्ष्य 272
  • BJP+

    351बीजेपी+

  • CONG+

    89कांग्रेस+

  • OTH

    102अन्य

World News

જાણો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શું કહ્યું...

જાણો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શું કહ્યું...

જૈશ-એ-મોહમ્મદના વડા અને પાકિસ્તાનમાં સક્રિય એવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે અને દરેક વખતે તેમાં ચીને અવળચંડાઈ કરી હતી, પરંતુ આખરે ભારતને તેના અભિયાનમાં 1 મે, 2019ના રોજ સફળતા મળી ગઈ છે 

May 1, 2019, 11:18 PM IST
મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર

મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.   

May 1, 2019, 07:05 PM IST
EXCLUSIVE: બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ ફરી સક્રિય થયો હતો મસૂદ અઝહર

EXCLUSIVE: બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ ફરી સક્રિય થયો હતો મસૂદ અઝહર

બાલાકોટ હુમલા બાદ આતંકી મસૂદ અઝહર ફરી એકવાર સક્રિય થવાના સમાચાર આવી રહ્યાં છે. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ મસૂદ અઝહરે આતંકવાદીઓને ભારત પર મોટો હુમલો કરવા માટે તૈયાર કરી રહ્યો હતો.

May 1, 2019, 11:30 AM IST
પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ

પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લિડર મસૂદ અઝહરની પાકિસ્તાનમાં અટકાયત કરવામાં આવશે. પાકિસ્તાની સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પહેલાથી નોંધાયેલા કેસમાં મસૂદ અઝહરની અટકાયત કરવામાં આવશે.

May 1, 2019, 10:25 AM IST
રશિયાએ બનાવ્યો વિશ્વનો પ્રથમ તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, સંચાલન માટે તૈયાર

રશિયાએ બનાવ્યો વિશ્વનો પ્રથમ તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, સંચાલન માટે તૈયાર

રોસેટમે જણાવ્યું કે, તરતા વિદ્યુત મથક (FPU)ના બે રિએક્ટરોને 31 માર્ચ સુધી તેમની 100 ટકા કાર્યક્ષમતા માટે સફળતાપૂર્વક તૈયાર કરી લેવાયા હતા 

Apr 30, 2019, 03:58 PM IST
IS ગેંગસ્ટર હજુ જીવતો છે! 5 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો અબૂ બકર અલ બગદાદી

IS ગેંગસ્ટર હજુ જીવતો છે! 5 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો અબૂ બકર અલ બગદાદી

ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ગેંગસ્ટર અબૂ બકર અલ-બગદાદી જિહાદી સંગઠન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો છે.

Apr 30, 2019, 12:56 PM IST
ચીનની સરકારી મીડિયાની ભવિષ્યવાણી, PM મોદી ફરીથી સત્તામાં આવશે

ચીનની સરકારી મીડિયાની ભવિષ્યવાણી, PM મોદી ફરીથી સત્તામાં આવશે

ચીનની સરકારી મીડિયાએ લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજીવાર ભાજપ સત્તામાં આવશેની ભવિષ્યવાણી કરી છે. ચીન સરકારના મુખપૃષ્ઠ ગણતા ‘ગ્લોબલ ટાઇમ્સ’એ કહ્યું છે કે, પીએમ મોદીના રાજકીય કદ સામે હાલમાં ભારતનો કોઇ નેતા નથી.

Apr 30, 2019, 12:24 PM IST
શ્રીલંકામાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ, મુસ્લિમ મહિલાઓ નહી પહેરી શકે નકાબ

શ્રીલંકામાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ, મુસ્લિમ મહિલાઓ નહી પહેરી શકે નકાબ

શ્રીલંકામાં જાહેર સ્થળો પર મુસ્લિમ મહિલાઓ હવે નકાબ નહી પહેરી શકે, સુરક્ષાદળોને તમામ પ્રકારે સહયોગ કરવાની અપીલ

Apr 29, 2019, 09:24 PM IST
ભારતના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે: ટ્રમ્પની અવળવાણી

ભારતના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે: ટ્રમ્પની અવળવાણી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ પર ભારતની તરફથી લગાવાયેલી મોટી ડ્યુટીનો ઉલ્લેખ કરીને ભડાશ કાઢી હતી

Apr 29, 2019, 04:53 PM IST
ભારતમાં મોટા આતંકી હુમલાની તૈયારી, ISI અને ISISની ગુપ્ત મીટિંગમાં શું થયું છે પ્લાનિંગ.. જાણો...

ભારતમાં મોટા આતંકી હુમલાની તૈયારી, ISI અને ISISની ગુપ્ત મીટિંગમાં શું થયું છે પ્લાનિંગ.. જાણો...

થોડા દિવસ પહેલા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI દ્વારા અફઘાનિસ્તામાં જૈશ અને ISISના આતંકીઓ વચ્ચે એક ગુપ્ત બેઠકનું આયોજન કરાયું હતું, પાકિસ્તાનની સંસ્થા ISIS, જૈશ અને તાલિબાનને ભેગા કરવાના પ્રયાસો કરી રહી હોવાના અહેવાલ છે, જેથી કાશ્મીરમાં પુલવામા જેવા વધુ હુમલા કરાવી શકાય   

Apr 29, 2019, 03:53 PM IST
હોંગકોંગમાં PM મોદીના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

હોંગકોંગમાં PM મોદીના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખુબ જોવા મળી રહી છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને મળવા અને તેમને જોવા માટે આતુર હોય છે. ભાજપના પ્રવાસી અધ્યક્ષ સોહન ગોયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં હોંગકોંગમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું. 

Apr 29, 2019, 02:23 PM IST
એક મોબાઈલ નંબરે બદલી નાખ્યું ભાગ્ય, રાતોરાત આ વ્યક્તિ કરોડોની કારમાં ફરતો થઈ ગયો

એક મોબાઈલ નંબરે બદલી નાખ્યું ભાગ્ય, રાતોરાત આ વ્યક્તિ કરોડોની કારમાં ફરતો થઈ ગયો

તમે અનેક લોકોને લોટરી ટિકિટ ખરીદતા જોયા હશે અને લકી ડ્રો જીતતા જોયા હશે કે સાંભળ્યું હશે. પરંતુ પંજાબના બલબીરે લકી ડ્રો જીતવા માટે ન તો કોઈ લોટરીની ટિકિટ લીધી કે ન કોઈ રોકાણ કર્યું. બસ ખાલી મોબાઈલ નંબર બદલ્યો. એક મોબાઈલ નંબર બદલવાની સાથે જ બલબીરને એવું ઈનામ મળી ગયું કે જેના માટે લોકો સપના જોયા કરતા હોય છે. લકી ડ્રોમાં તેને દુનિયાની મોંઘી કારોમાં જેની ગણતરી થાય છે તે કાર ઈનામમાં મળી છે. આ બધુ થયું માત્ર એક મોબાઈલ નંબરના કારણે. 

Apr 29, 2019, 12:30 PM IST
દુનિયાભરમાં વાઈરલ થઈ રહી છે આ તસવીર, હકીકત જાણીને વિશ્વાસ નહીં કરી શકો

દુનિયાભરમાં વાઈરલ થઈ રહી છે આ તસવીર, હકીકત જાણીને વિશ્વાસ નહીં કરી શકો

દુનિયાભરમાં વાઈરલ થઈ રહેલી આ ઘુવડની તસવીરો 67 વર્ષના એલિસ મેક્કેએ લીધી છે. મેક્કે એક રિટાયર્ડ સ્કૂલ ટીચર છે જે કેન્ડા સ્થિત પોતાના હોમટાઉન ઓટાવા ગઈ હતી

Apr 28, 2019, 12:23 PM IST
અમેરિકામાં યહુદી પ્રાર્થના સ્થળે અંધાધૂંધ ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

અમેરિકામાં યહુદી પ્રાર્થના સ્થળે અંધાધૂંધ ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

કેલિફોર્નિયામાં યહુદી પ્રાર્થના સ્થળ પર એક બંદૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે.

Apr 28, 2019, 09:56 AM IST
શ્રીલંકા: ફાયરિંગમાં ISના 3 આતંકીઓ, 6 બાળકો સહિત 15 લોકોના મોત 

શ્રીલંકા: ફાયરિંગમાં ISના 3 આતંકીઓ, 6 બાળકો સહિત 15 લોકોના મોત 

શ્રીલંકામાં 8 સીરિયલ બ્લાસ્ટ બાદ ત્યાના સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે. શ્રીલંકામાં સુરક્ષાદળોએ ઈસ્લામિક સ્ટેટના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ આ દરમિયાન થયેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા છે. કહેવાય છે કે તેમાં ઈસ્લામિક સ્ટેટના 3 આત્મઘાતી આતંકીઓ પણ સામેલ છે. આ સાથે 6 બાળકો પણ સામેલ છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બોમ્બ વિસ્ફોટોના છ દિવસ બાદ સેનાના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. 

Apr 27, 2019, 09:43 AM IST
ચીનમાં ઇમરાનની બેઇજ્જતી, લોકોએ કહ્યું ભિખારી સાથે આવું જ થાય

ચીનમાં ઇમરાનની બેઇજ્જતી, લોકોએ કહ્યું ભિખારી સાથે આવું જ થાય

ચીન રવાના થતા પહેલા ઇમરાને કહ્યું કે, ચીન અમારુ સૌથી નજીકનું મિત્ર છે અને અમે આયરન બ્રધર્સ છીએ

Apr 26, 2019, 08:43 PM IST
દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદેશ

દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદેશ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી. 

Apr 26, 2019, 04:03 PM IST
કાચાપોચા ન જોતા આ VIDEO, 53માં માળેથી આ શું પડી રહ્યું છે? જોઈને લોકો દહેશતમાં

કાચાપોચા ન જોતા આ VIDEO, 53માં માળેથી આ શું પડી રહ્યું છે? જોઈને લોકો દહેશતમાં

 અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો  ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે. 

Apr 26, 2019, 03:33 PM IST
ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી

ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી

શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે. 

Apr 26, 2019, 08:49 AM IST
ટ્રમ્પ બાદ હવે પુતિન સાથે કિમ જોંગ ઉને કરી શિખર વાર્તા, ટ્રેનમાં પહોંચ્યા હતાં રશિયા

ટ્રમ્પ બાદ હવે પુતિન સાથે કિમ જોંગ ઉને કરી શિખર વાર્તા, ટ્રેનમાં પહોંચ્યા હતાં રશિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે પહેલી શિખર વાર્તા આજે થઈ. કિમ જોંગ ઉન બુધવારે આ વાર્તા માટે ખાસ બખ્તરબંધ ટ્રેનથી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતાં. પુતિન આજે પહોંચ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફેબ્રુઆરીમાં હનોઈમાં થયેલી વાર્તાનું કોઈ પરિણામ ન આવ્યા બાદ કિમે આજે વ્લાદિવોસ્તોકમાં પુતિન સાથે પહેલી શિખર વાર્તા કરી.

Apr 25, 2019, 11:45 AM IST