સમાજના વટ માટે લડતા ક્ષત્રિયોમાં અંદરોઅંદરની લડાઈ શરૂ, પદ્મિનીબા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયો

Rupala Controvercy : ક્ષત્રિય સમાજની સંકલન સમિતિમાં જ જોવા મળ્યો અંદરો અંદરનો વિખવાદ.... વાઈરલ ઓડિયો ક્લીપમાં પી.ટી.જાડેજા સંકલન સમિતિને કહી રહ્યા છે ગદ્દાર...સંકલન સમિતિને ખુલ્લી પાડવાની આપી ધમકી...ઝી 24 કલાક ઓડિયો ક્લીપની નથી કરતું પુષ્ટી

સમાજના વટ માટે લડતા ક્ષત્રિયોમાં અંદરોઅંદરની લડાઈ શરૂ, પદ્મિનીબા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયો

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા જ નવો ફણગો ફૂટ્યો છે. સમાજના વટ માટે લડતા હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યોની અંદરો અંદરની લડાઈ શરૂ થઈ છે. સમિતિમાં વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સંકલન સમિતિમાં અંદરો અંદરની લડાઈ શરૂ થઈ છે. પદ્મિનીબા વાળા બાદ વધુ એક આગેવાનનો મોહભંગ થયો. પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર અનેક સવાલ ઉઠાવ્યા છે. આ વચ્ચે હવે પી.ટી.જાડેજાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જોકે, ZEE 24 કલાક ઓડિયો ક્લીપની પુષ્ટી નથી કરતું. 
 
પીટી જાડેજાનો સમિતિ પર સવાલ
વાયરલ ઓડિયોમાં પીટી જાડેજાએ સંકલન સમિતિનો પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી. પીટી જાડેજા વાયરલ વીડિયોમાં કહી રહ્યાં છે. સંકલન સમિતિ ગદ્દાર છે અને રહેવાની છે. સંકલન સમિતિની ગદ્દારીના મારી પાસે અનેક પુરાવા છે. સંકલન સમિતિના એક એક સભ્યોને ખુલ્લા પાડીશ.સમાજને નથી ખબર કે તમે શું શું કર્યું છે?સંકલન સમિતિએ શેકેલો પાપડ પણ નથી ભાંગ્યો નથી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 13, 2024

ઉલ્લેખનીય છે કે, પી.ટી.જાડેજા શરૂઆતથી આંદોલન સાથે જોડાયેલા છે. પીટી જાડેજા સંકલન સમિતિના સભ્ય પણ છે. પીટી જાડેજા પોતાના આક્રમક ભાષણોને કારણે ચર્ચામાં રહે છે. પીટી જાડેજા વાયરલ ઓડિયોમાં કહી રહ્યાં છે કે, ખુલ્લેઆમ મેદાને આવું છું. સમાજની જરૂર છે સંકલન સમિતિ મારી સાથે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ. તમે 11 વર્ષથી જિલ્લામાંથી જાઓ છો. તમે 70 પણ ક્યારે લાખોમાં લોકો ભેગા થયા છે. તમારી પરીક્ષા લઈશ પછી સમાજને પૂછીશ. સમાજ મારી સાથે નહી હોય તો મારુ રાજીનામુ. સંકલન સમિતિ એટલે સમાજ. તમે ગદ્દાર ન થતાં પણ. 

સાથે જ પીટી જાડેજાએ પાંચ લોકો સામે પ્રુફ હોવાની પણ વાત કરે છે. તેમણે ઓડિયોમાં સંકલન સમિતિને પર્દાફાશ કરવાની પણ વાત કરી છે. તેઓ ઓડિયોમાં સ્પષ્ટ કહી રહ્યાં ઠે કે, હું સંકલન સમિતિને ખુલ્લી પાડીશ. સરકાર અને સમાજને ક્યાં ખબર છે. આ ચોખ્ખી ધમકી છે. આ મારા સમાજની પીડા છે. મારું મોઢુ કોઈ બંધ ન કરાવી શકે. આ ક્ષત્રિય સમાજનું મોઢું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 13, 2024

પદ્મીનીબા વાળાનો વીડિયો પણ વાયરલ
રૂપાલાના નિવેદનનો વિરોધ કરતા ક્ષત્રિયો વચ્ચે હવે અંદરો અંદર વિવાદ શરૂ થઈ ગયો છે. પી.ટી. જાડેજાએ સંકલન સમિતિ પર આરોપ લગાવ્યો છે ત્યારે પદ્મીનીબા વાળાના પતિની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં તેઓ દરબારોને ચેતવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ગમે તે લખતાં અને ગમે તે લખતા ક્ષત્રિયોને ચેતી જવાની ગર્ભિત ધમકી આપી છે. આવો સાંભળીએ કે પદ્મીનીબા વાળાના પતિ ગીરીરાજસિંહ વાળા શું કહી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news