સુરત પોલીસની નવી ટ્રીક કામ કરી ગઈ, લોકોએ જાતે જ હથિયાર સરેન્ડર કર્યાં

Surat Police : સુરત શહેર પોલીસ આવી એક્શન મોડમાં, અસામાજિક તત્વો પર અંકુશ લેવા પોલીસ મેદાનમાં, અલગ અલગ વિસ્તારોમાં રાત્રે હાથ ધરાયું કોમ્બિંગ, કોમ્બિંગ સમયે પોલીસે હથિયાર જમા કરાવવા આપી સૂચના, સામેથી હથિયાર કે ખતરનાક વસ્તુ હોય તો જમા કરાવવા સૂચના, પોલીસની સૂચનાથી લોકો મોટી સંખ્યામાં હથિયારો સામેથી મુકી ગયા 

સુરત પોલીસની નવી ટ્રીક કામ કરી ગઈ, લોકોએ જાતે જ હથિયાર સરેન્ડર કર્યાં

Surat News : સુરત પોલીસને લાંબા સમય બાદ નવા પોલીસ કમિશનર મળ્યાં છે. ત્યારે આ નવા પોલીસ કમિશનરે સપાટો બોલાવ્યો છે. પોલીસ કમિશનર વગરના શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી ગયું હતું. જેને ડામવા માટે હવે સુરત પોલીસે નવી ટ્રીક અજમાવી છે. હવે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ શરૂ કરાયું છે. જોકે, સુરત પોલીસની કોમ્બિંગ કરવાની નવી ટ્રીક જોવા મળી. જેમાં લોકોએ સામે ચાલીને જ હથિયારો પોલીસ સામે સરેન્ડર કરી દીધા. ત્યારે શું છે આ નવી ટ્રીક, તે જોઈએ. 

શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા હિન્દી ઉર્દુ અને ક્ષેત્રીય ભાષાઓમાં ખાસ અપીલ કરવામાં આવી રહી છે અને આ અપીલના કારણે સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અપરાધીઓ પોતાના ઘરે મૂકવામાં આવેલા ઘાતક હથિયારો સ્વયમ્ ભૂ પોલીસ સમક્ષ મૂકી રહ્યા છે. ત્રણ દિવસથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ અપીલના કારણે ઉધના અને સલામતપૂરા વિસ્તારમાં રહેતા અપરાધીઓએ કુલ 160 જેટલા ઘાતક હથિયારો જાતે પોલીસ સમક્ષ આવીને મૂકી દીધા છે.

સુરત પોલીસ ઝોન 2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ જાહેર કરાયા છે. અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે ઉધના અને પાંડેસરા પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓના ઘરે જો કોઈ ઘાતક હત્યા હોય તો તેઓ સ્વેચ્છાથી પોલીસ સામે આ હથિયારો લાવીને મૂકી દે અથવા તો જ્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવશે ત્યારે તેમના ઘરેથી હથિયાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. તલવાર, ધારિયા, ચપ્પુ છરા, કોયતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસને આ સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા છે.

આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમે લોકોને અપીલ કરી હતી કે તેઓના ઘરે જરૂરી કામ સિવાય જે પણ હથિયારો હોય તે લાવીને અમારી સામે જમા કરાવી દે. સાથે અમે અપીલ કરી હતી કે જો તેઓ અત્યાર નહીં જમા કરાવશે અને ત્યાર પછી કાર્યવાહીમાં તેમના ઘરેથી અત્યાર મળી આવશે તો અમે કાર્યવાહી કરીશું. અમારી અપીલને ધ્યાનમાં રાખીને લોકોએ પોતાના ઘરેથી જે પણ હથિયાર હતા તે લાવીને પોલીસ સામે જમા કરાવ્યા છે. આશરે 160 જેટલા હથિયાર જમા કરાવવામાં આવ્યા છે.

વિવિધ ભાષામાં અપીલ કરાઈ 
સાથે તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અલગ અલગ પ્રાંત અને ભાષાના લોકો રહે છે જેથી અમે અલગ અલગ ભાષામાં આપેલ કરી હતી. જેમાં ઉર્દુ, હિન્દી, ઉડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી સહિતની ભાષાઓ સામેલ છે. અપીલ કર્યા બાદ લોકોએ સામેથી હથિયાર પોલીસ સમક્ષ મૂક્યા હતા. ત્રણ દિવસથી આ અપીલ કરવામાં આવી રહી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું 
કોમ્બિંગ પહેલા સુરત પોલીસ દ્વારા એલાઇન્સ કરવામાં આવે છે. જો કોઈ પાસે હથિયાર કે ખાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાવ. પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈ ના ધરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કાંઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે, ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જ્યાં પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વંયભૂ મૂકી ગયા હતા. જેમાં લાકડાના ફટકા, લોખંડનો સળીયો, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ કુલ મળી 43 હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા. આમ, સુરત પોલીસ એક્શનમાં જ આવતા અસામાજિક તત્વો ડરી ગયા છે. 

રીક્ષા ચોરી પર પોલીસનું મોટું એક્શન 
કાપોદ્રા પોલીસે 10 ઓટોરીક્ષા ચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબની કાર્યવાહી કરી હતી. રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને દાગીના તેમજ રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થતી હોય છે. ચીજવસ્તુઓની ચોરીને અટકાવવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા નવી ઝુંબેશ શરૂ કરાઈ છે. સુરતમાં ટેક્ષી તેમજ રિક્ષાને ભાડે આપવામાં આવે છે. પરંતુ ભાડે આપનાર વ્યક્તિની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર જ આપવામાં આવે છે. થોડા રૂપિયાની લાલચમાં રીક્ષા તેમજ ટેક્ષી આપી દેવાય છે. ભાડે લેનારા પાસે ડ્રાઈવીંગ લાયસન્સ છેકે નહી તેની પણ ચકાસણી કરવામાં આવતી નથી. આવા રીક્ષાચાલકો પોતાના સાગરીતોને રિક્ષામાં બેસાડીને ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપે છે. જયારે પોલીસે રિક્ષા ચાલકોના આશરે 10 જેટલા રિક્ષા સ્ટેન્ડોમાં તપાસ કરાઈ હતી. જેમાં 10 જેટલા રિક્ષાચાલકોને પકડી પાડીને જાહેરનામાના ભંગ બદલ પાંચ રિક્ષા માલિકોની સામે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત બેફામ રિક્ષા હંકારનાર પાંચ ઇસમો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરિયાદ કરાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news