ડેડિયાપાડામાં કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી, ચૈતર વસાવાએ આપી ચીમકી

Chaitar Vasava Vs Mansukh Vasava : કોંગ્રેસ-આપ ગઠબંધનના હીરો ચૈતર અને ભાજપના હીરો મનસુખ વસાવાનો ગુસ્સો જુઓ, સામસામે આવી જતાં પોલીસ વચ્ચે પડી, ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈપણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેમ ચૈતર વસાવાએ કહ્યું 

ડેડિયાપાડામાં કંઈ થશે તો મનસુખ વસાવાની જવાબદારી, ચૈતર વસાવાએ આપી ચીમકી

Bharuch Loksabha : લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ ગયું છે, ત્યાં ડેડિયાપાડામાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ચકમક ઝરી છે. ત્યારે ડેડિયાપાડા પોલીસે વચ્ચે પડી મામલે શાંત પાડ્યો હતો. આ મામલે બંને નેતાઓના સમર્થકો પણ આમને-સામને આવી ગયા હતા. આ ઘટના બાદ ચૈતર વસાવાએ નર્મદાના DySPને રજૂઆત કરી હતી. ચૈતર વસાવાએ કહ્યું કે, પોલીસ ખોટા કેસ કરશે તો અમે પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરાઈ છે. સાથે જ તેમણે ચીમકી આપી કે, ડેડિયાપાડામાં કાંઈ થશે તો જવાબદારી મનસુખ વસાવાની.

મહત્વનું છે કે, સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી  હતી કે,  ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી કરવામાં આવી છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. આ બાદ તેઓ ખુદ ડેડિયાપાડા પહોંચ્યા હતા. જ્યાં ચૈતર વસાવા પણ હાજર હતા. તેમણે મનસુખ વસાવાને પુરાવાર રજૂ કરવા કહ્યું હતું. જે બાદ મામલો બિચક્યો હતો. અને વધુ બબાલ થઈ હતી.

નર્મદા ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા ત્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ડેડિયાપાડા પીએસઆઈને કહ્યું કે, મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી પણ નથી અને હમણાં કોઈ હોદ્દો પણ નથી તો કઈ રીતે તાલુકા પંચાયતમાં એક કલાકથી બેઠા છે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું હતુ કે, કે એમના ઉપરાણા લેવાનું બંધ કરો અને એમને બહાર બોલાવો. 

તો બીજી તરફ, સાંસદ મનસુખ વસાવાએ ટ્વીટ કરીને TDOને MLA ચૈતર વસાવાએ ગેર-વર્તન કર્યાનો આરોપ કર્યો હતો. સાંસદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, તાત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું.  જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે. આ બાબતની જાણ થતાં જ મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે જવા રવાના થયાની પણ જાણ સોશિયલ મીડિયામાં કરાઈ હતી. 

અંતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડીવાયએસપી લોકેશ યાદવ સમક્ષ રજુઆત કરી હતી. આ રજૂઆત દરમ્યાન ચૈતર વસાવાએ કહ્યું કે, જો પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું, અમારે ખુલ્લા પડવું પડશે. સાથે જ નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજુઆત પણ કરી. ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈપણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેમ ચૈતર વસાવાએ ડીવાયએસપીને રજુઆત દરમિયાન કહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news