Health Tips: તડકામાંથી આવીને 30 મિનિટ સુધી ન કરવા આ 4 કામ, કરવાથી બગડી જાય છે તબિયત

Health Tips: હીટ વેવ દરમિયાન તડકામાં જવાથી બચવું જોઈએ. પરંતુ તેમ છતાં જો તડકામાં જવાનું થાય તો તડકામાંથી આવ્યા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગરમીમાં રહ્યા પછી તુરંત જ આ 4 કામ કરવામાં આવે તો હીટ વેવના કારણે તબિયત બગડી જાય છે. ચાલો આજે તમને જણાવીએ કે તડકામાંથી ઘરે આવો તો કયા 4 કામ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કરવા નહીં. 

Health Tips: તડકામાંથી આવીને 30 મિનિટ સુધી ન કરવા આ 4 કામ, કરવાથી બગડી જાય છે તબિયત

Health Tips: દેશભરમાં ગરમી સતત વધી રહી છે. ગરમીના પ્રકોપના કારણે લોકોના દૈનિક જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. ઘણા રાજ્યોમાં તો હીટ વેવ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશન અને લૂ લાગવાનું જોખમ સૌથી વધુ હોય છે. 

હીટ વેવ દરમિયાન તડકામાં જવાથી બચવું જોઈએ. પરંતુ તેમ છતાં જો તડકામાં જવાનું થાય તો તડકામાંથી આવ્યા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગરમીમાં રહ્યા પછી તુરંત જ આ 4 કામ કરવામાં આવે તો હીટ વેવના કારણે તબિયત બગડી જાય છે. ચાલો આજે તમને જણાવીએ કે તડકામાંથી ઘરે આવો તો કયા 4 કામ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કરવા નહીં. 

ઠંડુ પાણી પીવું 

તડકામાંથી જ્યારે ઘરે આવીએ તો સૌથી પહેલા ફ્રિજનું ઠંડુ ઠંડુ પાણી પીવાનું કે કોઈપણ ઠંડી વસ્તુ ખાવાનું મન થાય છે. પરંતુ તડકામાંથી આવ્યા પછી આ ભૂલ બિલકુલ ન કરો. તડકામાં રહેવાના કારણે શરીરનું તાપમાન વધેલું હોય છે તેવામાં તુરંત જ ઠંડી વસ્તુ ખાવાથી કે પીવાથી શરીરનું તાપમાન અચાનક બદલી જાય છે અને તબિયત પણ બગડી જાય છે. 

તુરંત જ નહાવું 

તડકામાં રહ્યા પછી ઠંડા પાણીથી નહાવામાં મજા આવે છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને પરસેવો દૂર થઈ જવાથી ફ્રેશનેસ અનુભવાય છે. પરંતુ આ કામ તડકામાંથી આવીને તુરંત કરવું નહીં. તડકામાંથી આવ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ બોડીને નોર્મલ વાતાવરણમાં સેટ થવા દો.

એસી કે કુલરમાં બેસી જવું 

ગરમીમાંથી આવ્યા પછી ઘણા લોકો ઘરમાં આવીને તુરંત જ એસી કે કુલર ઓન કરીને તેની હવામાં બેસી જાય છે પરંતુ આ ભૂલ કરવી તમને ભારે પડી શકે છે. જ્યારે પણ તડકામાંથી આવો તો બોડીને નોર્મલ ટેમ્પરેચર પર કુલ થવા દો. ત્યાર પછી એસી કે કુલર કરો. જો તમે ગરમ વાતાવરણમાંથી આવી સીધા જ એસીમાં બેસી જાશો તો શરદી, ઉધરસ જેવી સમસ્યા પીછો નહીં છોડે. 

ભારે ભોજન 

ગરમીના દિવસોમાં ભારે ભોજન કે તળેલું ભોજન પચાવવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને તમે દિવસ દરમિયાન તડકામાં ફર્યા હોય તો ઘરે આવીને હળવું અને પૌષ્ટિક ભોજન કરો. ભોજનમાં ફળ, શાકભાજી અને દહીંનો સમાવેશ કરો. જો તમે તળેલું અને મસાલેદાર ખાશો તો પાચનતંત્ર નબળું પડી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news