Diabetes ના દર્દીઓને નાળિયેર પાણી પીવું જોઇએ કે નહી? જાણો શુગર ઘટશે કે વધશે

Coconut Water For Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુ પર હંમેશા નજર રાખવી પડે છે કે તે શું ખાઇ પી રહ્યા છે, એવામાં તેમને એ ખબર હોવી જોઇએ કે નારિયેળ પાણી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી? 

Diabetes ના દર્દીઓને નાળિયેર પાણી પીવું જોઇએ કે નહી? જાણો શુગર ઘટશે કે વધશે

Can Diabetic Patient Drink Tender Coconut Water: નારિયેળ પાણી પીવું હંમેશા સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. કારણ કે તે નેચરલ ડ્રિંક છે, અને આ ટેટ્રાપેક અથવા બોટલમાં બંધ જ્યૂસ અને સોફ્ટ ડ્રિંકના મુકાબલે ઘણું સારું હોય છે. ગામડાંથી માંડીને શહેરોમાં તે ખૂબ પીવામાં આવે છે. આ ઉપરાંત સમુદ્ર કિનારે જ્યારે રજાઓ માણાવા જાય છે તો આ ડ્રિંકને જરૂર પીવે છે.

આ વાતમાં કોઇ શક નથી કે ટેંડર કોકોનેટ વોટર આપણને હાઇડ્રેટ કરીને ઇંસ્ટેટ એનર્જી આપે છે, પરંતુ શુ ડાયાબિટીઝના દર્દીઓ પણ પી શકે છે? કારણ કે નારિયેળ પાણીમાં નેચરલ શુગર હોય છે અને આ સામાન્ય સ્વીટ હોય છે. એટલા માટે ડાયાબિટીઝના દર્દીને તેને પીતા ગભરામણ થાય છે. તેના માટે અમે આ વાતની જાણિતી ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) સાથે વાત કરી... 

નારિયેળ પાણીમાં મળી આવે છે ન્યૂટ્રિએન્ટ્સ
ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) ના અનુસાર નારિયેળ પાણીમાં દૂધથી વધુ ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. તેમાં ફેટની માત્રા ના બરાબર હોય છે, સાથે જ જે લોકો નિયમિત તરીકે સેવન કરે છે તેમના શરીરને પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત હોય છે. ટેન્ડર કોકોનેટ વોટર પીવાથી ટોક્સિન્સ બહાર નિકળી જાય છે, જેથી ઘણી બિમારીઓનો ખતરો ટળો જાય છે. 

શું ડાયાબિટીઝના દર્દી પી શકે છે નારિયેળ પાણી? 
ડાઇટેશિયન આયુષી યાદવ (Ayushi Yadav) એ જણાવ્યું હતું કે દર્દી નારિયેળ પાણી પી શકો છો. તેમને દરરોજ આ પ્રાકૃતિક પેય પદાર્થને પીવો જોઇએ કારણ કે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનાથી બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ મળી શકે છે કારણ કે તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ  (GI) ઓછો હોય છે. ટેન્ડર કોકોનેટ વોટરમાં હાજર મેગ્નેશિયમ ઇંસુલિન સેંસિટિવિટીને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. નારિયેળ પીવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થઇ જાય છે અને સાથે જ તેમને ગજબની ઉર્જા મળે છે. 

નારિયેળની મલાઇ ખાવાના ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ તેમાં રહેલ મલાઇ નારિયેળ પાણી સાથે ખાઈ શકે છે, કારણ કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. ઉપરાંત, ક્રીમ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે, તેથી ક્રીમને નિયમિત આહારનો ભાગ બનાવવો જોઈએ કારણ કે તેમાં સારું કોલેસ્ટ્રોલ હોય છે અને તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news