ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા

Noor Jahan Mango Per Piece Price: બજારમાં જ્યાં કેરી કિલોના ભાવે વેચાય છે, તો બીજી તરફ આ ખાસ કેરી પ્રતિ નંગના હિસાબે વેચાય છે. આ એક કેરીની કિંમત, કિલોના ભાવે વેચાતી કેરી કરતાં અનેકગણી વધારે છે. તમને જણાવી દઇએ ભારતની આ મોંઘી રસીલી કેરી વિશે... 

ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા

India’s Expensive Mango: ગરમી આવતાં જ કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે એટલા માટે બજાર અને માર્કેટમાં કેરીની ઘણી વેરાયટી આવવા લાગી છે. કોઇ 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે તો કોઇ 200 રૂપિયે કિલો. દેશ અને દુનિયામાં ઘણા પ્રકારની કેરી છે. ભારતમાં મુખ્યરૂપથી અલ્ફાંજો અને હાપુસ સૌથી મોંઘી કેરી છે. આ ઉપરાંત બદામ, દશેરી, તોતાપુરી અને લંગડા સહિત ઘણી વેરાયટી છે. પરંતુ શું તમે ભારતની સૌથી મોંઘી કેરી વિશે જાણો છો. સૌથી આશ્વર્યજનક વાત એ છે કે કેરીની આ વેરાયટીના ફક્ત 3 આંબા જ છે એટલા માટે મોંઘીની હોવાની સાથે સાથે આ દુર્લભ અને અનોખી કેરી છે. જો તમે તેની કિંમત સાંભળશો તો ચોંકી જશો. 

બજારમાં જ્યાં કેરી કિલોના ભાવે વેચાય છે, તો બીજી તરફ આ ખાસ કેરી પ્રતિ નંગના હિસાબે વેચાય છે. આ એક કેરીની કિંમત, કિલોના ભાવે વેચાતી કેરી કરતાં અનેકગણી વધારે છે. તમને જણાવી દઇએ ભારતની આ મોંઘી રસીલી કેરી વિશે... 

દેશમાં આ કેરીના ફક્ત 3 આંબા
ભારતની આ સૌથી મોંઘીની ખેતી દેશના દિલ એટલે કે મધ્યપ્રદેશમાં થાય છે. આ મેંગો કિલોના ભાવે વેચાતી નથી. આ વેરાયટીની એક કેરીની કિંમત 1200 રૂપિયા છે. આ સ્પેશિયલ કેરી એમપીના અલીરાજપુરમાં ઉગાડવામાં આવે છે. આશ્વર્યજનક વાત એ છે આ કેરીના ફક્ત 3 આંબા જ છે. 

ભોપાલમાં ગત વર્ષે આયોજિત મેંગો ફેસ્ટિવલમાં કેરીની ઘણી વેરાયટી રાખવામાં આવી હતી તેમાં સુંદરજા, ચૌસા, લંગડા, દશેરી, મલ્લિકા અને આમ્રપાલી કેરી સામેલ હતી. આ પ્રદર્સ્યનીમાં અલીરાજપુરમાં થનાર નૂરજહાં કેરીને પણ પ્રદર્શનીમાં રાખવામાં આવી હતી. અલીરાજપુરના કઠ્ઠીવાડાથી રૂમાલ બઘેલે જણાવ્યું હતું કે આ કેરીનું વજન 2 કિલો છે. આ કેરીનું નામ નૂરજહાં છે. આ કેરી મધ્ય પ્રદેશ જ નહી પરંતુ દેશની અનોખી કેરી છે. 

અફઘાનિસ્તાનથી આવ્યા હતા આંબાના ઝાડ
નૂરજહાં કેરી એમપી સિવાય આખા દેશમાં ક્યાંય જોવા મળતી નથી. આ કેરીના ઉત્પાદક રૂમાલ બઘેલે જણાવ્યું હતું કે અહીં વર્ષમાં માત્ર 100 કેરીનું ઉત્પાદન થાય છે. મુંબઈ અને દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાંથી આ કેરી ખરીદવાની માંગ છે. રૂમાલ બઘેલના જણાવ્યા અનુસાર, નૂરજહાં કેરી અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી હતી.

વર્ષ 1577 થી 1645 દરમિયાન જ્યારે તેને ભારતમાં લાવવામાં આવી ત્યારે આ કેરીનું નામ મલ્લિકા નૂરજહાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કેરીના કેટલાક રોપા મધ્યપ્રદેશના અલીરાજપુર લાવવામાં આવ્યા હતા. ત્યારથી અહીં નૂરજહાં કેરીનું ઉત્પાદન શરૂ કર્યું. સમગ્ર દેશમાં માત્ર ત્રણ નૂરજહાં જાતના કેરીના વૃક્ષો જ બચ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news