કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! અપહરણ કરી માણ્યું શરીરસુખ

મેઘાણી નગર પોલીસની ગિરફ્તમાં કાળા નકાબમાં ઉભેલા શખ્સનું નામ સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જેણે માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો છે.

કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! અપહરણ કરી માણ્યું શરીરસુખ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધવા પામી છે. માનસિક અસ્થિર યુવતીનું બે શખ્સોએ અપહરણ કરી એક યુવકે બળાત્કાર ગુજાર્યાની ઘટના બનવા પામી છે. પોલીસે બળાત્કાર કરનાર આરોપીની ધરપકડ કરી છે. 

મેઘાણી નગર પોલીસની ગિરફ્તમાં કાળા નકાબમાં ઉભેલા શખ્સનું નામ સાગર ઉર્ફે પીન્ટુ પટણી છે. જેણે માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો છે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતી ગત 12 તારીખે પોતાના ઘરની બાજુની દુકાનમાં કરિયાણાની લેવા આવી હતી ત્યારે ત્યાં ઉભેલા બે શખ્સોએ યુવતીને લલચાવી ફોસલાવી એકટીવા પર બેસાડી અપહરણ કરી IGP કમ્પાઉન્ડમાં અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીએ પોતાના ઘરે જવાનું કહેતા બંને નરાધમોએ યુવતીને માર મારી ધમકી આપીને બાદમાં બે પૈકી સાગર ઉર્ફે પિન્ટુ પટણી બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બીજો શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. 

સમગ્ર ઘટનાની જાણ યુવતીના પરિવારને થતાં યુવતીના માતાએ બે શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બળાત્કાર કરનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે પિન્ટુ પટણી છે. જ્યારે યુવતી કરિયાણું લેવા આવી હતી ત્યારે બંને શખ્સો ત્યાં ઊભા હતા અને યુવતીને લલચાવી સાગર અને તેનો મિત્ર અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જે બાદ યુવતીને બંને શખ્સોએ માર માર્યો હતો અને બાદમાં સાગર ઉર્ફે પીન્ટુ પટણી દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 

હાલ તો મેઘાણીનગર પોલીસે બાતમીના આધારે મેઘાણીનગર વિસ્તારમાંથી જ બળાત્કાર કરનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી છે. જ્યારે તેના મિત્ર અંગે પૂછપરછ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બળાત્કાર કેસમાં સંડોવાયેલ બંને આરોપી ઓનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news