ગુજરાત પર ઘેરાયું 'મહાસકંટ', આ તારીખે દેશમાં એક નહીં બે વાવાઝોડા આવશે! ભઈ અંબાલાલનું માની જજો!

Rain Alert In Gujarat: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે ફરી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલ (શનિવાર)થી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું.

1/9
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં, પરંતુ દેશમાં એક નહીં બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. 

2/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.

હીટવેવની આગાહી

3/9
image

આગામી ત્રણ દિવસ વલસાડ અને સુરતમાં હીટ વેવ ની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.  મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રી પાર જવાની શક્યતા છે.  રાજ્યના નવ જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી પાર જતા યેલો અલર્ટ અપાયેલું છે.  અમદાવાદ અને ડીસામાં રાજ્યમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન ગઈ કાલે નોંધાયું છે.  ગ્રીન સીટી ગાંધીનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું.  વલ્લભ વિદ્યાનગરમાં 42.5 વડોદરામાં 42.2 ભુજમાં 42.9 કંડલા એરપોર્ટ 42.5 રાજકોટ 42.4 સુરેન્દ્રનગર 42.3 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. 

4/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.

5/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.

6/9
image

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?

7/9
image

હવામાન વિભાગે ડેટાના આધારે ખુલાસો કર્યો કે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ છેલ્લા 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે. કેમ કે છેલ્લા 4 વર્ષમાં ચોમાસું કેરળમાં મેના એન્ડ કે જૂન મહિનામાં શરૂ થયું હતું. જ્યારે આ વર્ષે 31 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે. 

8/9
image

જોકે દેશવાસીો માટે સારા સમાચાર એ છે કે  આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે 106 ટકા જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લાં 3 વર્ષમાં એટલે કે 2020થી 2022 દરમિયાન લા નીના કારણે દેશમાં 109 ટકા, 99 ટકા અને 106 ટકા વરસાદ થયો હતો.

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે

9/9
image

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.