બોપલમાં સમલૈંગિક સંબંધમાં એક વ્યક્તિની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ

બોપલ પોલીસ હત્યા કરનારની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદમાં ગઈ તારીખ 13મી મેના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા એસપી રિંગ રોડ ખાતેથી એક અજાણ્યા શખ્સનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. 

બોપલમાં સમલૈંગિક સંબંધમાં એક વ્યક્તિની હત્યા; ઘટનાને અંજામ પહેલા પણ બાંધ્યા સજાતીય સંબંધ

ઉદય રંજન/અમદાવાદ: બોપલમાં સમલૈંગિક સંબંધમાં પૈસાની લેતી દેતી બાબતે તકરાર થતા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. બોપલ પોલીસ હત્યા કરનારની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. અમદાવાદમાં ગઈ તારીખ 13મી મેના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા એસપી રિંગ રોડ ખાતેથી એક અજાણ્યા શખ્સનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. 

બોપલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને પહેલા મૃતકની ઓળખ કરી તો જાણવા મળ્યું હતું કે નિમેષ વાઘેલા છે અને જેની ઉમર 51 વર્ષ છે. ઘટનામાં ભોગ બનનાર અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે અને SVP હોસ્પિટલમાં મેડિકલ વિભાગમાં કામ કરે છે ત્યારે બોપલ પોલીસે પરિવારનો સંપર્ક કરતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિનું નામ પણ લખાવ્યું હતું. 

મૃતક નિમેષ વાઘેલાના પરિવારે ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં મૃતકના ફોન નંબર પર છેલ્લે કોનો ફોન આવ્યો હતો, એ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે SVPમાં સફાઈ કર્મચારી રમેશ ધામોર સાથે થયો હતો, ત્યારે બોપલ પોલીસ શકમંદ રમેશ ધામોર ની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા નિમેષ વાઘેલાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. 

પોલીસે જ્યારે વધારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે આરોપીએ મૃતકને 10 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જે વારંવાર માંગવા છતાં આપતા ન હતો. જેથી એસપી રિંગ રોડ ખાતે મળવા માટે બોલાવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ જતાં આરોપી રમેશ ધામોર એ મૃતકને માથાના ભાગે ઈંટ મારી પાડી દીધો હતો. ત્યારબાદ તેના પર બેસીને ગાળું દબાઈ દીધું અને હત્યા કરી ફરાર થઇ ગયો હતો. પોલીસને મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે મૃતકના શરીર પર અધૂરા કપડા હતા. જે અંગે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. 

પોલીસને ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આરોપી રમેશ ધમોર સજાતીય સબંધોની ટેવ વાળો છે અને મૃતક નિમેષ વાઘેલા સાથે હત્યા પહેલા પણ સજાતીય સંબંધો બાંધ્યા હતા. જે અંગેની પરિવારે પણ ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસે હત્યા સહિતના મેડીકલી પુરાવા એકત્ર કરવા ચક્રો ગતિમાં કર્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news