અંબાલાલની આ આગાહી તો હળવાશમાં લેતા જ નહીં! આગામી 24 કલાક આ વિસ્તારોને નીકળશે ભૂક્કા!

Monsoon Alert In Gujarat: ગુજરાતમાં અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. 

1/8
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે વાદળોનો સમુહ સારો રહેવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે. જોકે, જુનમાં નહિ પરંતુ જૂલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં 700 એમએમ કરતા વધારે વરસાદ થશે.  

2/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

3/8
image

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે.   

4/8
image

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૯ મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશશે. સામાન્ય રીતે ૨૨મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.

અમદાવાદમાં પણ આવશે વરસાદ

5/8
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.

પરેશ ગોસ્વામીની આગાહી

6/8
image

ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.  

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી

7/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે

8/8
image

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.