આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા

Rain Alert In Gujarat: રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં મેઘરાજાએ ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. આંધી-તોફાન અને વરસાદે ભર ઉનાળે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પહોંચાડ્યું છે.

1/5
image

બીજી બાજુ જોઈએ તો હવે લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?

2/5
image

આંધી-તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે.  ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી રહી છે. 

3/5
image

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવન ના કારણે આદિવાસી પરિવારના 100થી વધુના ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકસાન થયું છે, જ્યારે અમુક ઘરો ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ જતાં ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો.

4/5
image

આદિવાસી પરિવારોનો ઘરનો સામાન અને અનાજ ઘરના કાટમાળમાં દબાઇ જઈ બગડી જતાં ગરીબ આદિવાસી પરિવાર બે ઘર બની જતાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ડાંગના ભેંસકાત્રી, ચિચોંડ, શિવારીમાળ, સોનગીર, સાકરપાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન પહોંચાડયું. ડાંગના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંત દેશમુખે વિડિઓ વાયરલ કરી દાતાઓને આદિવાસી પરિવારોને મદદ કરવા જણાવ્યું છે. 

વરસાદની આગાહી

5/5
image

રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.