Budhwar Upay: બુધવારે 1 રુપિયાના સિક્કાનો આ ઉપાય કરવાથી ઘરમાં એટલું ધન આવશે કે સાત પેઢી બેસીને ખાશે

Budhwar Upay: બુધવારના દિવસે વિશેષ લાભ મેળવવો હોય અને જીવનના સંકટથી મુક્તિ મેળવવી હોય તો કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. આ ઉપાયો વિશે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે તે જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. ખાસ તો 1 રુપિયાનો સરળ ઉપાય કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.

Budhwar Upay: બુધવારે 1 રુપિયાના સિક્કાનો આ ઉપાય કરવાથી ઘરમાં એટલું ધન આવશે કે સાત પેઢી બેસીને ખાશે

Budhwar Upay: હિંદુ ધર્મ અનુસાર બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારના દિવસે ભગવાન ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. બુધવારનો દિવસ બુધ ગ્રહને સંબંધિત પણ છે. હોય તો બુધવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. તેવી જ રીતે માન્યતા છે કે બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે કોઈપણ કાર્યની શરૂઆત તેમનું નામ લઈને જ કરવામાં આવે છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારનો દિવસ નવું કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ ગણાય છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને કાર્ય પણ સફળ રહે છે. આ સિવાય બુધવારના દિવસે વિશેષ લાભ મેળવવો હોય અને જીવનના સંકટથી મુક્તિ મેળવવી હોય તો કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. આ ઉપાયો વિશે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાય છે કે તે જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. 

બુધવારના ચમત્કારી ઉપાય 

- જો કોઈ વ્યક્તિ પૈસાની તંગીથી પરેશાન હોય તો તેને બુધવારના દિવસે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય ખૂબ જ ચમત્કારી છે. બુધવારના દિવસે 1 રૂપિયાનો સિક્કો લઈ તેના પર સરસવના તેલથી બિંદુ બનાવવું. ત્યાર પછી ગણેશજીને આર્થિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી સિક્કાને શનિ મંદિરમાં રાખી દો. 

- બુધવારના દિવસે જો કોઈ કિન્નર મળે તો તેને યથાશક્તિ દાન આપી તેની પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગી લેવો. જો તે સિક્કો આપે તો તેને પોતાની તિજોરીમાં રાખી દો. 

- શત્રુ બાધાથી મુક્તિ મેળવવી હોય તો બુધવારના દિવસે એક પથ્થર પર કોલસાથી શત્રુનું નામ લખો અને આ કોલસાને પાણીમાં પ્રવાહિત કરી દો. આ કામ ચાર બુધવાર સુધી કરવાથી લાભ મળે છે. 

- બુધવારના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવી તેના પર ગોળ લગાડી ભેંસને ખવડાવો. આ ઉપાય કરવાથી સ્વસ્થ અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે અને રોગ દૂર થાય છે. 

- જો તમે વેપારમાં પ્રગતિ ઈચ્છો છો તો બુધવારના દિવસે આંકડાના ઝાડની કંકુ-ચોખાથી પૂજા કરો. સાથે લીમડાના ઝાડમાં પાણી ચડાવો. તેનાથી વેપાર અને નોકરીમાં લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news