હાર્દિક-રોહિત બધા બેકાર! પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કોણ હશે મુંબઈ ઈન્ડિયન્સનું ભવિષ્ય, ફરી બદલાશે કેપ્ટન

ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું કે આઈપીએલ 2025 માટે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ. વીરૂનું માનવું છે કે આગામી સીઝન માટે સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહની ટીમમાં જગ્યા બને છે.

હાર્દિક-રોહિત બધા બેકાર! પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કોણ હશે મુંબઈ ઈન્ડિયન્સનું ભવિષ્ય, ફરી બદલાશે કેપ્ટન

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ખુબ ખરાબ રહી છે. આ સીઝનમાં મુંબઈની કમાન હાર્દિક પંડ્યા પાસે હતી પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. તેવામાં તે માનવામાં આવી રહ્યું છે કે ટીમની આ સ્થિતિ હાર્દિક પંડ્યાની ખરાબ કેપ્ટનશિપને કારણે થઈ છે. તેવામાં હવે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2025ની મેગા હરાજી માટે એક રસપ્રદ સલાહ આપી છે. વીરૂએ કહ્યું કે માત્ર જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને આગામી સીઝન માે રિટેન કરવા જોઈએ. બાકી હાર્દિક અને રોહિત શર્મા જેવા ખેલાડીઓથી દૂર રહેવું ફ્રેન્ચાઇઝી માટે સારૂ રહેશે.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું- ટીમમાં મોટા નામો હોવા જ બધુ નથી, પરંતુ ખેલાડીઓનું સારૂ પ્રદર્શન પણ જરૂરી છે. આ સીઝનમાં રોહિત શર્માએ માત્ર એક સદી ફટકારી તે પણ હારનારી મેચમાં. તો ઈશાન કિશન સીઝનમાં પાવરપ્લે બાદ રન બનાવી શક્યો નહીં. જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ સિવાય બાકી ખેલાડીઓ વિશે બાદમાં નિર્ણય લઈ શકાય છે.

રોહિત ખુદ છોડી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ!
પરંતુ પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીના વિચાર વીરૂથી અલગ છે. તેનું માનવું છે કે રોહિત શર્મા ખુદ પણ નથી ઈચ્છતો કે તે મુંબઈ ઈન્ડિયન્સ માટે આગામી સીઝનમાં રમે. તાજેતરમાં રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેનાથી ખ્યાલ આવે છે કે રોહિત હવે મુંબઈ ઈન્ડિયન્સમાં રહેવા ઈચ્છતો નથી.

આ વીડિયોમાં રોહિત શર્માને કેકેઆરના સહાયક કોચ અભિષેક નાયર સાથે વાતચીત કરતો સાંભળી શકાય છે. વીડિયોમાં રોહિત કહે છે કે- સ્થિતિ બદલાઈ રહી છે અને આ મારી છેલ્લી છે, જેવી વાત કહેતો સંભળાય રહ્યો છે. પરંતુ તેની વાતચીતનો સંદર્ભ સ્પષ્ટ નહતો, પરંતુ ફેન્સનું માનવું છે કે બંને મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન સ્થિતિ, ખાસ કરીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા વિશે વાત કરી રહ્યાં હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news