9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકો

Best Budget Compact SUV In India:  ભારતમાં હવે ગ્રાહકો હેચબેકથી વધુ કોમ્પેક્ટ એસયૂવીને પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે જ 10 લાખની રેંજમાં આવનાર આ કારોનું વેચાણ વધુ છે. એવામાં એક કાર એવી પણ છે જે તમને રેંજ રોવર જેવી ફીલ આપશે. આવો જાણીએ આ કઇ કાર છે...

9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, આંખો મીંચી ખરીદી રહ્યા છે લોકો

Maruti Brezza New Model: ગત કેટલાક વર્ષોમાં ભારતીય ઓટો મોબાઇલ માર્કેટ ઝડપથી બદલાઇ રહ્યું છે અને હવે ગ્રાહકો બજેટ કારોથી વધુ મિડ રેંજ એસયૂવીને વધુ પસંદ કરી રહ્યા છે. તેમાં પણ કોમ્પેક્ટ એસયૂવી તેમની પહેલી પસંદ બનતી જાય છે. તેનું સૌથી મોટું કારણ સ્પેસ અને પાવર સાથે મળનાર કન્ફર્ટ પણ છે. કંપનીઓ પણ પોતાની કારોના લાઇનઅપમાં એક અથવા બે કોમ્પેક્ટ એસયૂવી જરૂર જોવા મળે છે. આ બધી કારોની વચ્ચે એક એવી પણ કાર છે જે લોકોની પહેલી પસંદ બની ગઇ છે. આ કારની ડિઝાઇનના કારણે તેને સામાન્ય વર્ગની રેંજ રોવર પણ કહેવામાં આવે છે. 9 લાખની આ કારમાં સવારી કરી તમને 90 લાખની રેંજ રોવરવાળી ફીલિંગ જરૂર આવશે. 

મારૂતિ સુઝુકીએ ગત વર્ષે ભારતીય બજારમાં બરેજા ફેસલિફ્ટ (Maruti Brezza Facelift) ને લોન્ચ કરી હતી. આ એસયૂવીને ગ્રાહકો પાસેથી જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. બ્રેજાનો જલવો ચાલી રહ્યો છે કે લોન્ચના ફક્ત 2 મહિનાની અંદર જ તેને 1 લાખ બુકિંગ મળી ગઇ છે. તો બીજી તરફ ગત વર્ષે કંપનીએ બ્રેજાના લાખો યૂનિટ્સ વેચ્યા. કંપની દર મહિને આ એસયૂવીના સરેરાશ  13,000-15,000 યૂનિટ્સનું વેચાણ કરી રહી છે. 

બ્રેઝા કેમ છે આટલી પસંદ? 
મારુતિ સુઝુકી કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં માત્ર બ્રેઝા વેચી રહી છે. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી બ્રેઝા ફેસલિફ્ટની ડિઝાઈન લોકોને પસંદ આવી રહી છે. આ સાથે જ આ કારની સારું માઈલેજ, પાવર અને પરફોર્મન્સ પણ લોકોનું દિલ જીતી રહ્યું છે. ઘણા લોકો માને છે કે Brezza ઓછી કિંમતે રેન્જ રોવર એસયુવી જેવી ફીલ આપે છે. જો જોવામાં આવે તો કારના પાછળના ભાગની ડિઝાઇન રેન્જ રોવરથી પ્રેરિત છે.

માઇલેજ પણ છે શાનદાર!
બ્રેજાની શાનદાર માઇલેજના લીધે પણ લોકો તેને પસંદ કરે છે. આ પોતાના સેગમેંટમાં સૌથી વધુ માઇલેજ ઓફર કરનાર કાર છે. પેટ્રોલ એન્જીનમાં બ્રેજાની માઇલેજ 20.15 kmpl છે. તો બીજી તરફ સીએનજીએમાં આ કાર 25.51 km/kg ની માઇલેજ આપવામાં સક્ષમ છે. આ પોતાના સેગમેંટમાં એકલી એસયૂવી છે જે સારી ફ્યૂલ એફિસિએન્સી માટે માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે. 

એન્જીન અને પાવર
એન્જિન વિશે વાત કરીએ તો તેમાં 1.5-લિટર K15C DualJet પેટ્રોલ એન્જિન છે. કંપની આ એન્જિનનો ઉપયોગ Ertiga અને XL6 જેવી કારમાં પણ કરી રહી છે. આ એન્જિન 101hpનો પાવર અને 136Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં એન્જિન 88hp અને 121.5Nm ટોર્ક આપે છે. પેટ્રોલ મોડલમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ હોય છે જ્યારે CNGમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન હોય છે.

કેટલી છે કિંમત
મારૂતિ બ્રેજાને કંપની 5-સીટર કોન્ફિગરેશનમાં રજૂ કરે છે. તેમાં 328 લીટરની બૂટસ્પેસ મળે છે. ન્યૂ જનરેશનના મારુતિ બ્રેઝાની કિંમત રૂ. 8.19 લાખથી શરૂ થાય છે અને રૂ. 14.04 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમે તેને 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન કલર વિકલ્પોમાં ખરીદી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news