Hanuman Jayanti: હનુમાન જન્મોત્સવ પર ઘરે લાવો બજરંગબલીનો આવો ફોટો, મોટી મુસીબતોનો થશે ખાત્મો

Hanuman Ji ki Photo: આજે પવનપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બજરંગબલીની કૃપાથી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લઇ આવો. 

Hanuman Jayanti: હનુમાન જન્મોત્સવ પર ઘરે લાવો બજરંગબલીનો આવો ફોટો, મોટી મુસીબતોનો થશે ખાત્મો

Hanuman Janmotsav 2024: આજે દેશભરમાં હનુમાન જયંતિનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના તમામ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ છે. દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કારણ કે પ્રભુ રામે હનુમાનજીને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું હતું અને માન્યતા છે કે આજે પણ હનુમાનજી સશરીર હાજર છે અને ગંધમાદન પર્વત પર રહે છે. જોકે હનુમાનજીની જન્મતિથિને જયંતિના બદલ જન્મોત્સવ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો હનુમાન જયંતિના દિવસે હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી લો તો જીવનમાં ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. 

હનુમાનજીનો ફોટો
ઘરમાં હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરવાથી ઘણા લાભ મળે છે. મનોકામના પૂર્ણ થાય છે પરંતુ અલગ-અલગ મનોકામના મઍટે હનુમાનજીના અલગ અલગ ફોટા અને મૂર્તિ સ્થાપિત કરવી જોઇએ. જોકે આજે તમે પણ તમારી મનોકામના અનુસાર હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ ઘરે લાવીને વિધિ-વિધાનથી સ્થાપિત કરી શકો છો. 

સારા સ્વાસ્થ્ય માટે
તમારા અને તમારા પરિવારના લોકોના સારા સ્વાસ્થ્ય માટે ઘરમાં હનુમાનજીનો તે ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો, જેમાં હનુમાનજી સંજીવની બૂટી લેવા માટે આખો પર્વત ઉઠાવી લાવ્યા હતા. હનુમાન જયંતિ મંગળવારે (આજે) હનુમાનજીનો આ ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કર્યા બાદ ઘીનો દિપક પ્રગટાવો. પછી હનુમાનજીને ખીર અને તુલસી દલનો ભોગ લગાવો અને સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાર્થના કરો. 

ધન પ્રાપ્તિ અને દેવામાં મુક્તિ માટે
સારી આર્થિક સ્થિતિ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો જેમાં તેમના હૃદયમાં 'સીતા-રામ' દેખાય. ચિત્ર સ્થાપિત કર્યા પછી, હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેમને લાલ ફૂલ અર્પણ કરો અને તેમને ધનવાન અને દેવાથી મુક્ત કરવા પ્રાર્થના કરો.

સંકટ દૂર થશે
હાથમાં ગદા લઈને હનુમાનજીની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવાથી બધી પરેશાનીઓ દૂર રહે છે. હનુમાનજીની આવી તસવીર સ્થાપિત કર્યા પછી ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. સાથે જ હનુમાનજીને સિંદૂર ચઢાવો અને પરેશાનીઓના નાશ માટે પ્રાર્થના કરો. આ તમારાથી પરેશાનીઓ, અકસ્માતો અને સંકટોને દૂર રાખશે.

જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્તિ માટે
વિડ્યા-બુદ્ધિ અને જ્ઞાન પ્રપતિ માટે હનુમાનજીનો રામાયણ વાંચતો ફોટો લગાવો. હનુમાનજીના ફોટા સામે ઘીનો ચોમુખી દીવો પ્રગટાવો. અને ગોળનો ભોગ ચઢાવો. પછી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન આપવા અને એકાગ્રતા વધારવાની પ્રાર્થના કરો. જે ઘરમાં બાળકો અથવા કેરિયર બનાવી રહેલા યુવાનો હોય, ત્યાં હનુમાનજીનો આવો ફોટો જરૂર લગાવો. 

સુખ-શાંતિ માટે
ઘરમાં સુખ શાંતિ જળવાઇ રહે તેના માટે હનુમાનજીના આર્શિવાદ આપતો અથવા પ્રભુ રામના ભજન કરતો ફોટો લગાવો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news