આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનિક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા

છેલ્લા 10 વર્ષમાં દુનિયામાં મિલિનેયર્સની સંખ્યામાં સૌથી વધુ 90 ટકા તેજી બેઈજિંગમાં આવી છે. તેમ છતાં ચીનની રાજધાની દુનિયામાં સૌથી વધુ મિલિનેયર્સના લિસ્ટમાં દસમાં સ્થાને છે. આવો જાણીએ કયાં શહેરમાં સૌથી વધુ ધનીકો રહે છે.
 

આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનિક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ ધનીકો કયાં શહેરમાં છે? તેનો જવાબ છે ન્યૂયોર્ક. Henley & Partners પ્રમાણે ન્યૂયોર્કમાં 349,500 મિલિનેયર રહે છે. મિલિનેયરનો મતલબ એવા લોકોથી છે જેની પાસે એક મિલિયન ડોલર એટલે કે 8,34,88,650  રૂપિયાથી વધુ પૈસા છે. ન્યૂયોર્કમાં 2023થી 2023 વચ્ચે મિલિનેયરની સંખ્યામાં 48 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મિલિનેયર લોકોના લિસ્ટમાં પ્રથમ બે નંબર પર અમેરિકી શહેરોના નામ છે. આ લિસ્ટમાં બીજા નંબર પર ધ બે એરિયા છે, જ્યાં 306,700 મિલિનેયર રહે છે. છેલ્લા 10 વર્ષમાં અહીં મિલિનેયર્સની સંખ્યામાં 82 ટકાની તેજી આવી છે. કેલિફોર્નિયામાં સેન ફ્રાસિસ્કો ખડીની આસપાસના એરિયાને  The Bay Area કહેવામાં આવે છે. ફાઈનાન્શિયલ માર્કેટ્સ અને રિયલ એસ્ટેટની કિંમતોમાં તેજીથી આ શહેરોમાં મિલેનિયર્સની સંખ્યા ઝડપથી વધી છે. 

જાપાનની રાજધાની ટોક્યોમાં 298,300 ધનિકો રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં મિલિનેયર્સની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. આ લિસ્ટમાં ચોથા સ્થાન પર સિંગાપુર છે, જ્યાં 244,800 ધનીકો રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં ધનીકોની સંખ્યામાં 64 ટકાની તેજી આવી છે. લંડનમાં આ દરમિયાન મિલેનિયર્સની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. શહેરમાં હવે 227,000 એવા લોકો રહી ગયા છે, જેની નેટવર્થ 10 લાખ ડોલરથી વધુ છે. આ લિસ્ટમાં આગામી નંબર અમેરિકાના લોસ એન્જેલિસનો છે. હોલીવુડ માટે જાણીતા આ શહેરમાં 212,000 મિલેનિયર રહે છે. છેલ્લા 10 વર્ષમાં આ શહેરમાં ધનિકોની સંખ્યામાં 45 ટકાની તેજી આવી છે. 

કયાં શહેરમાં ઝડપથી વધ્યા મિલેનિયર્સ
આ લિસ્ટમાં સાતમાં નંબર પર પેસિર છે. પેરિસ અને Ile-de-France માં મિલેનિયર્સની સંખ્યા 165,000 છે. ઓસ્ટ્રેલિયાનું શહેર સિડની આ લિસ્ટમાં આઠમાં સ્થાને છે. આ શહેરમાં 147,000 મિલેનિયર રહે છે. છેલ્લા 10 વર્ષમાં તેની સંખ્યામાં 34 ટકાની તેજી આવી છે. હોંગકોંગમાં છેલ્લા દાયકામાં મિલેનિયર્સની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો છે. શહેરમાં હવે મિલેનિયર્સની સંખ્યા 143,400 રહી ગઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં મિલેનિયર્સની સંખ્યા 125,600 થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં તેની સંખ્યામાં 90 ટકાની તેજી આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news