₹100 થી તૂટીને ₹12 પર આવ્યો આ શેર, હવે 14 જૂને બંધ થઈ જશે ટ્રેડિંગ, ઈન્વેસ્ટરો મુશ્કેલીમાં
Brightcom Group Ltd Share: બ્રાઇટકોમ ગ્રુપના શેર પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે ખરાબ સમાચાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ Brightcom Group Ltd Share: બ્રાઇટકોમ ગ્રુપના શેર પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે ખરાબ સમાચાર છે. હકીકતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ એક સર્કુલરમાં જાહેરાત કરી કે બ્રાઇટકોમ ગ્રુપના શેરમાં ટ્રેડિંગ 14 જૂન, 2024થી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ સર્કુલરના જારી થયા બાદ બ્રાઇટકોમ ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થયો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ બુધવારે શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. તમને જણાવી દઈએ કે 13 મે 2024ના સ્ટોકે 12.19 રૂપિયાના નિચલા સ્તરને ટચ કર્યો હતો. આ શેરનો 52 સપ્તાહનું નિચલું સ્તર છે. નોંધનીય છે કે 2022ના આ શેરની કિંમત 100 રૂપિયાથી વધુ હતી.
શું છે NSE નો સર્કુલર
NSE એ કહ્યું- બ્રાઇટકોમ ગ્રુપની સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ 14 જૂન 2024થી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ સસ્પેન્ડ્શન ત્યાં સુધી યથાવ રહેશે જ્યાં સુધી કંપની માસ્ટર સર્કુલરનું પાલન કરતી નથી. એનએસઈ પ્રમાણે બ્રાઇટકોમ ગ્રુપે સતત બે ક્વાર્ટર એટલે કે 30 સપ્ટેમ્બર 2023 અને 31 ડિસેમ્બર 2023 સુધી સેબી વિનિયમ, 2015ના નિયમોનું અનુપાલન કર્યું નથી.
દિગ્ગજ ઈન્વેસ્ટરનો છે દાવ
જાણીતા ઈન્વેસ્ટર શંકર શર્માની પાસે ડિસેમ્બર 2023 ક્વાર્ટરના અંતમાં બ્રાઇટકોમ ગ્રુપમાં લગભગ 2.3 કરોડ શેર કે 1.14 ટકા ભાગીદારી હતી. કંપનીએ હજુ સુધી માર્ચ ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્નનો ખુલાસો કર્યો નથી. નોંધનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં શેર બજારને રેગુલેટ કરનારી સંસ્થા સેબીએ બ્રાઇટકોમ ગ્રુપ કાર્યવાહીમાં ઢીલ આપવાનો ઈનકાર કર્યો હતો.
હકીકતમાં પ્રેફરેન્શિયલ બેસ પર શેર માટે કરવામાં આવેલા અલોટમેન્ટમાં અનિયમિતતાના કેસમાં ગ્રુપના પ્રમોટર સુરેશ કુમાર રેડ્ડી પર શેર બજારમાં પ્રતિબંધ લાગ્યો હતો. સેબીએ ફેબ્રુઆરીમાં તેને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો. આ સિવાય પ્રમોટર રેડ્ડી પર કોઈપણ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નોંધનીય છે કે ઓગસ્ટ 2023માં સેબીના કડક વલણ બાદ બ્રાઇટકોમ ગ્રુપના ચેરમેન સુરેશ રેડ્ડી અને CFO નારાયણ રાજુને પદ પરથી હટાવી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે