અંબાલાલ પટેલની મોટી આગાહી : ચોમાસા પહેલાં ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 7 થી 10 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે

અંબાલાલ પટેલની મોટી આગાહી : ચોમાસા પહેલાં ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે

Ambalal Patel Prediction : ગુજરાતમાં મે મહિનાના  અંતમાં પહેલીવાર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. આ કારણે ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ વચ્ચે ચોમાસાના વિધિવત આગમમની કાગડોળે રાહ જોવાઈ રહી છે. પરંતુ ચોમાસું આવે તે પહેલા જ ગુજરાત પર મોટું સંકટ આવી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 7 થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. 

દેશમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજી વાર છે, પરંતુ કમોસમી વરસાદ કનડી રહ્યો છે. આવામાં પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં 7 થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જુનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. સાથે જ વાવાઝોડાનું સંકટ પણ આવી ચઢશે. 

તો આઈપીએલમાં મેચ દરમિયાન વરસાદ પડશે કે નહિ તેના પર સૌની નજર છે. તેના વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. આઇપીએલ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. એકંદરે ચોમાસુ અરબ સાગરમાં હવાના દબાણને આધારે નક્કી થતુ હોય છે કે ક્યારથી થશે, પણ ૧૫ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. 

રોહિણી નક્ષત્ર શું છે
રોહિણી એ રાશિચક્રનું ચોથું નક્ષત્ર છે, જેના પર ચંદ્ર શાસન કરે છે. તે વૃષભમાં ૧૦° ૦' થી વૃષભમાં ૨૩°૨૦' સુધી ફેલાયલો છે. પાંચ તારાઓનું નક્ષત્ર રોહિણીને આકાશમાં સૌથી તેજસ્વી નક્ષત્ર બનાવે છે. તેમાં લાલ તેજસ્વી વિશાળ વૃક્ષ પણ સામેલ છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકોની આંખો આકર્ષક હોય છે એવું માનવામાં આવે છે.

રોહિણી નક્ષત્ર પરથી વરસાદની આગાહી કેવી રીતે કરાય છે 
રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. 15 દિવસનું નક્ષત્ર હોય છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જે તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરું ફૂંકાય છે. જેમ-જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે 1થી 4 જૂનમાં વરસાદ આવે છે તો ચોમાસું બરાબર આવે છે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવવાનું છે. રોહિણી બધા દિવસ ગાજવીજ સાથે વરશે તો દોષ રહેતો નથી. રોહિણી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં છાટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસની સાયકલ બરાબર ચાલે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news