Principal News

પ્રિન્સીપાલને બચાવવા વિદ્યાર્થીઓ મેદાને, કહ્યું-અમને આચાર્ય જ જોઈએ, નહિ તો LC લઈ લઈશ
સુરતની લોકમાન્ય વિદ્યાલયમાં પ્રિન્સિપાલને કાઢી મુકવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. રાંદેરના મોરાભાગળ પાસે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓએ પ્રિન્સિપાલ જીજ્ઞેશ પટેલને છુટા કરી દેવામાં આવતા રેલી કાઢી વિરોધ કર્યો.વિદ્યાર્થીઓને 12માં કોમર્સમાં JEEની પ્રેક્ટિસ કરાવવાના પ્રસ્તાવનો પ્રિન્સિપાલે વિરોધ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાયન્સ અને કોમર્સના ક્લાસ મામલે વિવાદ થયો હતો. મીટિંગમાં પણ માત્ર ટ્રસ્ટીઓનું જ સાંભળવામાં આવી હોવાનો દાવો છે. પ્રિન્સિપાલને છુટા કરી દેવાના વિરોધમાં શાળાના વિદ્યાર્થી અને વાલીઓ એ મોરભાગળથી રેલી કરી. જેમાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલીમાં જોડાયા હતા.
May 9,2022, 16:15 PM IST
આ વિદ્યાર્થીને શું ભણાવશે? શિક્ષકે જ આચાર્યને છરાના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર
જિલ્લાના નસવાડીમાં શિક્ષક દ્વારા શાળાના પ્રિન્સિપાલની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સનસની મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે. 
Dec 4,2020, 17:44 PM IST

Trending news