દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે

અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે દહેજના ખોટા આરોપોને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન સમયે વર-કન્યાને મળેલી ભેટની યાદી રાખવી જોઈએ, જેથી લગ્ન પછી બંને પક્ષો એકબીજા પર દહેજના ખોટા આરોપો ન લગાવી શકે. હાઈકોર્ટે દહેજ નિષેધ અધિનિયમ 1961ની કલમ 3(2) નો ઉલ્લેખ કર્યો છે.

દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે

Highcourt : દહેજના કેસથી બચવા માટે કોર્ટે એક નવો આદેશ આપ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે દહેજના ખોટા આરોપોને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન સમયે વર-કન્યાને મળેલી ભેટની યાદી રાખવી જોઈએ, જેથી લગ્ન પછી બંને પક્ષો એકબીજા પર દહેજના ખોટા આરોપો ન લગાવી શકે. તમારા માટે બચવા માટે આ સૌથી સરળ ઉપાય છે. 

લગ્ન થયા બાદ સંબંધોમાં ખટાશ આવે ત્યારે પરીણીતાઓ દહેજ મામલે કેસ કરતી હોય છે. આ પ્રકારના ઘણા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. કેટલાક લોકો સાસરિયાંને હેરાન કરવા માટે ખોટા કેસો કરી એમને જેલના સળિયા ગણાવવાનો પ્રયાસ કરતો હોય છે.

અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે દહેજના ખોટા આરોપોને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન સમયે વર-કન્યાને મળેલી ભેટની યાદી રાખવી જોઈએ, જેથી લગ્ન પછી બંને પક્ષો એકબીજા પર દહેજના ખોટા આરોપો ન લગાવી શકે. હાઈકોર્ટે દહેજ નિષેધ અધિનિયમ 1961ની કલમ 3(2) નો ઉલ્લેખ કર્યો છે.

દહેજના કેસમાં 5 વર્ષની કેદ
દહેજ નિષેધ અધિનિયમની કલમ 3 મુજબ, દહેજ લેવા અથવા આપવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 3 ની પેટા કલમ (2) મુજબ, લગ્ન સમયે વર દ્વારા કન્યાને આપવામાં આવતી ભેટને દહેજ કહેવામાં આવતું નથી, પરંતુ લગ્ન સમયે મળેલી ભેટોની યાદી રાખવાની જોગવાઈ છે, હાઈકોર્ટે કહ્યું કે દહેજ નિષેધ અધિનિયમ 1961 (2) ની કલમ 3 ને પત્ર અને અક્ષરશ લાગુ કરવાની જરૂર છે, જેથી નાગરિકોને આવા વ્યર્થ મુકદ્દમાથી બચાવી શકાય.

આગામી સુનાવણી 23 મેના રોજ થશે
હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ પૂછ્યું છે કે દહેજ પ્રતિબંધ કાયદાના પાલન માટે કેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારને પણ પૂછ્યું છે કે જો નિમણૂક નહીં થાય તો દહેજના વધતા જતા કિસ્સાઓ કેવી રીતે અટકશે. કોર્ટે સરકારને એ પણ પૂછ્યું છે કે શું દહેજ નિષેધ કાયદા મુજબ લગ્ન નોંધણી વખતે લગ્નની ભેટની યાદી બની રહી છે. હવે હાઈકોર્ટ આ કેસની વધુ સુનાવણી 23 મેના રોજ કરશે. જસ્ટિસ વિક્રમ ડી ચૌહાણની સિંગલ બેંચ અંકિત સિંહ અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરી રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news