London Murder case: ધોળે દહાડે લંડનમાં બસ સ્ટોપ પર ભારતીય મહિલાની ચાકૂ વડે હત્યા, જાણો કારણ

Murder In London : 9 મેના રોજ અનીતા મુખી લંડનના સ્ટોપ પર બસ રાહ જોઇ રહી હતી. ત્યારે સવારે યુવકે ચાકૂ વડે હુમલો કર્યો. 

London Murder case: ધોળે દહાડે લંડનમાં બસ સ્ટોપ પર ભારતીય મહિલાની ચાકૂ વડે હત્યા, જાણો કારણ

 indian origin woman killed in london: લંડનમાં બસ સ્ટોપ પર ઉભેલી 66 વર્ષીય ભારતીય મૂળની મહિલાની ચાકૂ મારી હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 22 વર્ષના યુવકની ઘરપકડ કરી છે. પોલીસના અનુસાર મંગળવારે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટમાં કેસની સુનાવણી ઓગસ્ટમાં થશે. મીડિયા રિપોર્ટના અનુસાર 9 મે ના રોજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં મેડિકલ સચિવના રૂપમાં કામ કરનાર અનીતા મુખી લંડનના એઝવેયર વિસ્તારમાં બર્ન્ટ ઓક બ્રાડવે સ્ટોપ પર બસની રાહ જોઇ રહી હતી. સવારે લગભગ 12 વાગે જલાલ દેબેલા નામના યુવકે ચાકૂ વડે હુમલો કર્યો અને તેની છાતી અને ગળામાં ચાકૂના ઘા કર્યા. 

ઘટનાસ્થળે હતી ડોક્ટરની ટીમ, બચાવી શકી નહી જીવ
મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે બર્ન્ટ ઓક બ્રોડવેમાં ચાકૂબાજીની ઘટનાની જાણકારી આપવા માટે 9મેના રોજ લગભગ 11:50 વાગે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે લંડન એમ્બુલન્સ સેવા અને એર એમ્બુલન્સ તમામ ઘટનાસ્થળ પર હાજર હતા, પરંતુ 66 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. પોલીસે હત્યાના કેસમાં દેબેલાને ઉત્તરી લંડનના કોલિન્ડાલેથી ધરપકડ કરી લીધી છે. 

કોર્ટમાં જણાવ્યું કે ઉત્તર-પશ્વિમ લંડનમાં બસ સ્ટોપ રાહ જોઇ રહેલી 66 વર્ષીય ભારતીય મૂળની મહિલાની હત્યામાં 22 વર્ષીય યુવકને પકડી પાડ્યો છે. કોર્ટે સુનવણી દરમિયાન તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે ઓગસ્ટમાં કેસની આગામી સુનાવણી થશે. 

પરિવારે કહ્યું કે 66 વર્ષની અનીતા એનએચએસમાં મેડિકલ સચિવના રૂપમાં પાર્ટ ટાઇમ કામ કરી રહી હતી. રિપોર્ટ અનુસાર પરિવાર ધોળેદહાડે થયેલી આ ઘટનાથી આઘાતમાં છે. ઘટના દરમિયાન હાજર લોકોએ બૂમો પાડવા લાગ્યા. તેમણે સંદિગ્ધ યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે હુમલો કરી દીધો. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news