Chandu Champion First Look Out: શરીર ઉપર માટી, પરસેવાથી લથબથ અને લંગોટમાં દોડતો જોવા મળ્યો કાર્તિક

Kartik Aaryan ની મચ અવેટેડ ફિલ્મ 'ચંદૂ ચેમ્પિયન' નું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં લંગોટ બાંધીને કાર્તિક આર્યન દોડતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તબાહી મચાવી દીધી છે. 

Chandu Champion First Look Out: શરીર ઉપર માટી, પરસેવાથી લથબથ અને લંગોટમાં દોડતો જોવા મળ્યો કાર્તિક

Chandu Champion First Poster Out: કાર્તિક આર્યન (Kartik Aaryan) ની ધમાકેદાર અને મચઅવટેડેટ ફિલ્મ 'ચંદૂ ચેમ્પિયન' (Chandu Champion) નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં કાર્તિક આર્યનના શરીર પર માટી અને લંગોટ પહેરી દોડતો જોવા મળી રહ્યો છે. કાર્તિઅક આર્યનનો લુક થોડી મિનિટોમાં જ વાયરલ થઇ ગયો અને બધા તેની પ્રશંસા કરી રહ્યા છે. 

લંગોટમાં જોવા મળ્યો કાર્તિક આર્યન
પોસ્ટરમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) ને એક રેસલરના રૂપમાં લંગોટ પહેરેલો જોવા મળી રહ્યો છે. જે પોતાનામાં ખૂબ મેસી અપીલ આપે છે. કાર્તિક આર્યન ફર્સ્ટ લુકમાં એકદમ કોન્ફિડેન્ટ લાગવાની સાથે ખુલીને સામે આવ્યા છે. આ તેને સૌથી એક્સાઇટિંગ ફર્સ્ટ લુક્સમાંથી એક બનવી રહી છે. એક્ટરને આ પ્રકારના અવતારમાં જોવા તેમના ફેન્સ માટે ખૂબ એક્સાઇટિંગ છે. 

પોસ્ટર શેર કરીને કહી આ વાત 
કાર્તિક આર્યન પોતે આ ફિલ્મનું પોસ્ટર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું- 'ચેમ્પિયન આવી રહ્યો છે. ચંદુ ચેમ્પિયનનું પહેલું પોસ્ટર શેર કરતાં ખૂબ જ ઉત્સાહિત અને ખૂબ જ ગર્વ અનુભવું છું. આ ફિલ્મ મારી કારકિર્દી માટે ખૂબ જ પડકારજનક અને ખાસ ફિલ્મ છે. ચંદુ ચેમ્પિયન 14મી જૂને આવી રહી છે.

14 જૂને થશે રિલીઝ
આ ફિલ્મના પોસ્ટરના રિલીઝ થતાં જ ફેન્સ અને સેલેબ્સ સતત કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ્સ કરી રહ્યા છે. નિવૃત કૌર, ભૂમિ પેડનેકર બંનેએ કોમેન્ટ કરી અને એક્ટરના આ લુકની પ્રશંસા કરી છે. તો બીજી તરફ ફેન્સ પણ પ્રશંસાના ફૂલ બાંધી રહ્યા છે. ફિલ્મ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકર પર આધારિત છે. સાજિદ નડીયાદવાલા અને કબીર ખાન બંને દ્વારા પોડ્યૂસ 'ચંદૂ ચેમ્પિયન' 14 જૂન 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news