કોઈના મૃત્યુ પછી આધાર નંબરનું શું થાય છે? અહીં જાણો Aadhaar Card સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ

Aadhaar Card Latest Update: Aadhaar Card વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે કોઈપણ સરકારી અથવા બિન સરકારી કામ માટે જરૂરી છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના આધાર કાર્ડનું (Aadhaar Card)શું કરવું જોઈએ જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરે. શું આપણે આધાર કાર્ડ સરન્ડર કરી શકીએ કે બંધ કરી શકીએ? ચાલો આ લેખમાં જાણીએ.

કોઈના મૃત્યુ પછી આધાર નંબરનું શું થાય છે? અહીં જાણો Aadhaar Card સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ

Aadhaar Card News: આધારકાર્ડ આજે સૌથી અગત્યનો દસ્તાવેજ છે. જે તમને દરેક જગ્યા પર કામ લાગે છે. જો આપણે બેંકમાં જવું હોય અથવા ટ્રેનની ટિકિટ ખરીદવી હોય, તો આપણે સૌથી પહેલા ધ્યાન આપીએ છીએ કે આપણી પાસે આધાર કાર્ડ છે કે નહીં. આધાર કાર્ડ (Aadhaar Card)આપણી ઓળખની સાથે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આના વિના હાલમાં સરકારી કે બિનસરકારી કામ થઈ શકે તેમ નથી.

આધાર કાર્ડ (Aadhaar Card) પર લખેલા 12 અંકના અનન્ય નંબરમાં નામ, સરનામું, ફિંગરપ્રિન્ટ વગેરે જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી હોય છે.  જેને પગલે તમારે તમારા આધાર કાર્ડને લઈને ખૂબ જ સાવચેત રહેવું જોઈએ, જેથી કરીને કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આધાર કાર્ડનું શું થાય છે? મૃત વ્યક્તિનું આધાર કાર્ડ સરન્ડર કરવું જોઈએ કે બંધ કરવું જોઈએ? આ સવાલ તમને પણ થતો હોય તો અમે અહીં તમને એ વિગતો આપીશું....

આધાર કાર્ડ સરેન્ડર કે બંધ કરી શકાય?
આધાર કાર્ડ UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. તમે સગીર અને નવજાત બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનું આધાર કાર્ડ કેવી રીતે સરન્ડર કરવું અથવા બંધ કરવું તે અંગે હજુ સુધી કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી.

આનો અર્થ એ છે કે તમે તમારું આધાર કાર્ડ સરન્ડર અથવા રદ કરી શકતા નથી. જો કે, UIDAI એ આધાર કાર્ડને સુરક્ષિત રાખવા માટે આધાર લોકની સુવિધા આપી છે.

આધાર કાર્ડ (Aadhaar Card) લોક કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકાતો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે પહેલાં તેને અનલોક કરવું પડશે. જો તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે, તો તમે તેમનું આધાર કાર્ડ લોક કરી શકો છો. જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે.

આધાર કાર્ડ (Aadhaar Card) કેવી રીતે લોક કરવું
સૌ પ્રથમ, તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ (uidai.gov.in) પર જવું પડશે અને myaadhaar ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
હવે સેવા પર ક્લિક કરો અને 'Lock/Unlock Biometrics' નો વિકલ્પ પસંદ કરો.
આ પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. અહીં તમારે આધાર નંબર () અને કેપ્ચા ભરવાનું રહેશે અને Send OTP પસંદ કરો.
હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP ભરો, ત્યારબાદ લોક/અનલોક ધ બાયોમેટ્રિક ડેટામાંથી લોક વિકલ્પ પસંદ કરો.
આ પછી તમારું આધાર કાર્ડ લોક થઈ જશે. એ જ રીતે, આધાર કાર્ડને અનલૉક કરવા માટે, તમારે તે જ સ્ટેપને અનુસરવું પડશે અને અનલૉક વિકલ્પ પસંદ કરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news