ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો

New Maruti swift CNG News: પેટ્રોલ એન્જીનના મુકાબલે સીએનજી એન્જીનના પાવરટ્રેનનો પાવર થોડો ઓછો થઇ શકે છે. નવા એન્જીનના પાવર અને ટોર્ક આઉટપુટમાં ફેરફાર જોવા મળે શકે છે. 

ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો

New Maruti Suzuki swift CNG Launch date: મારૂતિ સુઝુકીએ 9 મેના રોજ પોતાની ફેમસ કાર Maruti Swift ના નેકસ્ટ જનરેશન મોડલ (Maruti Suzuki Swift 2024) ને લોન્ચ કર્યું હતું. નવી સ્વિફ્ટના ઇંટીરિયર અને એક્સટીરિયરમાં કંપની ઘણા ફેરફાર કર્યા છે. સાથે જ ન્યૂ સ્વિફ્ટ (New Maruti swift)માં બિલકુલ નવી Z-સીરીઝ, 1.2 લીટર, ત્રણ-સિલિન્ડર, નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે નવી સ્વિફ્ટએ MT વેરિએન્ટ 24.8 kmpl અને AMT 25.75 kmpl ની માઇલેજ આપશે. નવું એન્જીન 82 hp નો પાવર અને 112 nm નો ટોર્ક જનરેટ કરે છે. સ્વિફ્ટના અપડેટેડ પેટ્રોલ વર્જનના લોન્ચ થતાં જ હવે લો એ જાણવા માટે ઉત્સુક છે કે તેનું CNG  વર્જન કંપની બજારમાં ક્યારે ઉતારશે. 

જોકે મારૂતિ સુઝુકીએ હજુ સુધી સત્તાવાર રીતે ન્યૂ સ્વિફ્ટના સીએનજી વર્જનને લઇને કોઇ જાહેરાત કરી નથી. પરંતુ ઓટો ઇંડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે ન્યૂ સ્વિફ્ટ સીએનજી આવવાના થોડા મહિનામાં જ બજારમાં આવશે. તેની પ્રતિદ્વંદ્રી કારોની વાત કરીએ તો હ્યુન્ડાઇની ગ્રેડ i10 Nios અને ટાટા ટિયાગો બંને જ CNG ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. 

મળી શકે છે ફક્ત મેન્યુઅલ ટ્રાંસમિશન
ઓટોકારના રિપોર્ટ અનુસાર મારૂતિ સુઝુકીના અરેના શોરૂમમાં વેચાતી કારોની માફક સ્વિફ્ટને પણ જલદી જ સીએનજી ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. નવા એન્જીન સથે લોન્ચ થનાર આ કંપની પ્રથમ સીએનજી કાર હશે. પેટ્રોલ એન્જીનના મુકાબલે સીએનજી એન્જીનના પાવરટ્રેનનો પાવર થોડો ઓછો હોઇ શકે છે. નવા એન્જીન પાવર અને ટોર્ક આઉટપુટમાં ફેરફાર જોવા મળી શકે છે. સ્વિફ્ટના સીએનજી વેરિએન્ટમાં ફક્ત મેન્યુઅલ ટ્રાંસમિશન મળવાની સંભાવના છે.   

કેટલી હશે કિંમત
નવી સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.49 લાખથી રૂ. 9.64 લાખ (Maruti 4th generation Swift Price) છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે CNG વેરિઅન્ટની કિંમત પેટ્રોલ વેરિઅન્ટ કરતાં 90,00-95,000 રૂપિયા વધુ હોઈ શકે છે. મેન્યુઅલ બોક્સ સાથેની નવી સ્વિફ્ટ (પેટ્રોલ વેરિઅન્ટ) લગભગ 24.80kpl પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે. 

બીજી તરફ, કંપનીનો દાવો છે કે આ કાર ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 25.75kplની માઈલેજ આપશે. એવી અપેક્ષા છે કે આવનારી સ્વિફ્ટ CNGની માઈલેજ એક કિલોગ્રામ ગેસમાં 32 કિલોમીટર સુધીની હોઈ શકે છે.

New Swift ની ખાસિયતો
નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટમાં ઓલ ન્યૂ બ્લેક ઈન્ટીરિયર આપવામાં આવ્યું છે જે યુથને ટાર્ગેટ કરે છે. તેમાં 9 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર, અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ મળે છે. કારની સીટો સ્પોર્ટી છે. સ્પેસમાં તેમાં કમી જોવા મળશે નહીં. કારમાં રિયર AC વેન્ટની સુવિધા મળે છે. આ કાર 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે જેમાં  LXi, VXi, VXi (O), ZXi, ZXi+ અને ZXi+ Dual Tone સામેલ છે. 

નવી સ્વિફ્ટમાં નવું Z સિરીઝનું પેટ્રોલ એન્જિન લાગેલું છે જે 82hp નો પાવર અને 112 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન દરેક પ્રકારની ડ્રાઈવિંગ કન્ડિશનમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા રાખે છે. એટલું જ નહીં હવે આ એન્જિનથી 14%થી વધુ માઈલેજ પણ મળશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સથી લેસ છે. 

માઈલેજની વાત કરીએ તો તે મેન્યુઅલ ગિયરબોક્સ પર 24.8kmpl ની માઈલેજ અને AMT પર 25.75 kmpl ની માઈલેજ ઓફર કરે છે. સેફ્ટી માટે નવી સ્વિફ્ટના તમામ વેરિએન્ટમાં 6 એરબેગ્સ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ, હિલ હોલ્ડ કંટ્રોલ ESC, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD જેવા ફીચર્સ લાગેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news