'ધોની આગામી બે વર્ષ સુધી...', CSK કોચે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, ફેન્સના દિલ થઈ જશે 'ગાર્ડન-ગાર્ડન'!

MS Dhoni: IPL 2024માં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રત્યે ચાહકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આઈપીએલ પુરી થવામાં છે ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે શું આ ધોનીની છેલ્લી IPL છે? આ અંગેનું નિવેદન ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ આપ્યું છે.

'ધોની આગામી બે વર્ષ સુધી...', CSK કોચે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, ફેન્સના દિલ થઈ જશે 'ગાર્ડન-ગાર્ડન'!

Michael Hussey Statement: IPL 2024માં માહી પ્રત્યે ચાહકોનો ક્રેઝ કેટલો છે તે આપણે ઘણી વખત મેદાનમાં જોયું છે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે શું આ મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી IPL છે? તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની છેલ્લી હોમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ સિઝનમાં એક લીગ મેચ બાકી છે. આ મેચ પહેલા CSKના બેટિંગ કોચ માઈકલ હસીએ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કંઈક એવું કહ્યું છે કે ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

હસીએ શું આપ્યું નિવેદન?
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીને આશા છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી બે વર્ષ સુધી ટીમ સાથે રહેશે કારણ કે તે સારી બેટિંગ કરી રહ્યો છે. IPL 2024ની શરૂઆતના એક દિવસ પહેલા 42 વર્ષીય ધોનીએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. હસીએ ESPNના એક શોમાં કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે તે રમવાનું ચાલુ રાખશે. તે ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે. તે કેમ્પમાં વહેલા આવીને ઘણી પ્રેક્ટિસ કરે છે અને આખી સિઝન દરમિયાન ફોર્મમાં રહે છે.

કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય પર શું કહ્યું?
ધોનીની કેપ્ટનશીપ છોડવાના નિર્ણય અંગે હસીએ જણાવ્યું હતું કે, 'એમએસએ કહ્યું કે તે ટૂર્નામેન્ટ પહેલા કેપ્ટનોની મીટિંગમાં ભાગ લેશે નહીં. અને અમે બધા આશ્ચર્ય પામ્યા કે શું થઈ રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે હવેથી ઋતુરાજ કેપ્ટન રહેશે. શરૂઆતમાં આંચકો લાગ્યો પણ અમે જાણતા હતા કે ઋતુરાજ જ યોગ્ય પસંદગી છે. તમને જણાવી દઈએ કે IPL 2024 શરૂ થવાના એક દિવસ પહેલા જ ખબર પડી હતી કે ધોની હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન નથી. તેણે ઋતુરાજને જવાબદારી સોંપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news