સુરતના ગુનેગારોમાં ડરનો માહોલ! અપરાધીઓએ 160 જેટલા ઘાતક હથિયારો પોલીસમાં જમા કરાવ્યા!

સુરત પોલીસ ઝોન 2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ કરાય છે. અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે.

સુરતના ગુનેગારોમાં ડરનો માહોલ! અપરાધીઓએ 160 જેટલા ઘાતક હથિયારો પોલીસમાં જમા કરાવ્યા!

ઝી બ્યુરો/સુરત: શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા હિન્દી ઉર્દુ અને ક્ષેત્રીય ભાષાઓમાં ખાસ અપીલ કરવામાં આવી રહી છે અને આ અપીલના કારણે સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અપરાધીઓ પોતાના ઘરે મૂકવામાં આવેલા ઘાતક હથિયારો સ્વયમ્ ભૂ પોલીસ સમક્ષ મૂકી રહ્યા છે. ત્રણ દિવસથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ અપીલના કારણે ઉધના અને સલામતપૂરા વિસ્તારમાં રહેતા અપરાધીઓએ કુલ 160 જેટલા ઘાતક હથિયારો જાતે પોલીસ સમક્ષ આવીને મૂકી દીધા છે. 

સુરત પોલીસ ઝોન 2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ કરાય છે. અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવે છે. આજ કારણ છે કે ઉધના અને પાંડેસરા પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓના ઘરે જો કોઈ ઘાતક હત્યા હોય તો તેઓ સ્વેચ્છાથી પોલીસ સામે આ હથિયારો લાવીને મૂકી દે અથવા તો જ્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવશે ત્યારે તેમના ઘરેથી હથિયાર નીકળશે તો કાર્યવાહી કરવામાં આવશે. 

પોલીસની આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને પોતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. તલવાર, ધારિયા, ચપ્પુ છરા, કોયતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા, બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસને આ સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા છે. 

આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમે લોકોને અપીલ કરી હતી કે તેઓના ઘરે જરૂરી કામ સિવાય જે પણ હથિયારો હોય તે લાવીને અમારી સામે જમા કરાવી દે. સાથે અમે અપીલ કરી હતી કે જો તેઓ અત્યાર નહીં જમા કરાવશે અને ત્યાર પછી કાર્યવાહીમાં તેમના ઘરેથી અત્યાર મળી આવશે તો અમે કાર્યવાહી કરીશું. અમારી અપીલને માં રાખીને લોકોએ પોતાના ઘરેથી જે પણ હથિયાર હતા તે લાવીને પોલીસ સામે જમા કરાવ્યા છે આશરે 160 જેટલા હથિયાર જમા કરાવવામાં આવ્યા છે.

સાથે તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અલગ અલગ પ્રાંત અને ભાષાના લોકો રહે છે જેથી અમે અલગ અલગ ભાષામાં આપેલ કરી હતી જેમાં ઉર્દુ, હિન્દી, ઉડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી સહિતની ભાષાઓ સામેલ છે. અપીલ કર્યા બાદ લોકોએ સામેથી હથિયાર પોલીસ સમક્ષ મૂક્યા હતા. ત્રણ દિવસથી આ અપીલ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news