ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમાં થયું છે ભયંકર નુક્સાન

Gujarat Heavy Rains: ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા. પરંતુ તે જ પાકમાં માવઠું એવું વરસ્યું કે હવે તે લણણી લાયક રહ્યો નથી. આખુ વર્ષ મહેનત કરીને અન્નદાતાએ ઉગાડેલો પાક માવઠામાં મરી જાય ત્યારે એક ખેડૂતની મનોવ્યથા શું હોય છે તે તો એ જ સમજી શકે...

ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમાં થયું છે ભયંકર નુક્સાન

નરેશ ભાલિયા/રાજકોટ: રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાતમાંથી એવા ઘણા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ખેડૂતોની આખા વર્ષની મહેનત એળે ગઈ છે. રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે, વરસાદ ચોમાસામાં આવે તો સારો લાગે પરંતુ એ જ વરસાદ જ્યારે અન્ય કોઈ ઋતુમાં આવે તો તે વિનાશ જ વેરતો હોય છે. અને એવો વિનાશ કે જેની કલ્પના પણ કરી શકાતી નથી.

  • તુટ્યા હોડિંગ્સ અને અનેક વીજ પોલ
  • તૈયાર પાક પર ફરી ગયું પાણી 
  • ઉભો પાક થઈ ગયો જમીનદોસ્ત 
  • ધરતીપુત્રો હવે કેવી રીતે કરે પાકની લણણી?
  • અન્નદાતા પર આફત બનીને વરસ્યું માવઠું

Post Office આ સ્કીમમાં PM Modi એ કર્યું છે 9 લાખથી વધુનું રોકાણ, જાણો વિગત

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા. પરંતુ તે જ પાકમાં માવઠું એવું વરસ્યું કે હવે તે લણણી લાયક રહ્યો નથી. આખુ વર્ષ મહેનત કરીને અન્નદાતાએ ઉગાડેલો પાક માવઠામાં મરી જાય ત્યારે એક ખેડૂતની મનોવ્યથા શું હોય છે તે તો એ જ સમજી શકે...

તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના છે. જિલ્લાના જેતપુર, વીરપુર, જામકંડોરણ સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો અને અન્નદાતા પર આફત આવી ગઈ. જે ઉનાળુ પાક તૈયાર હતો તે સંપૂર્ણ નાશ પામી ગયો છે. જિલ્લાના ખેડૂતોનો તલ, શેરડી, મગ, બાજરી સહિતના પાકમાં મોટું નુકસાન ગયું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને દવા લાવી વાવણી કરી હતી. ખેડૂતોને આશા હતી કે સારી ઉપજ થશે તો તેના સારા ભાવ મળશે. અને પોતાનો ઘરસંસાર ચાલશે પરંતુ આખા વર્ષની મહેનત એક માવઠાએ માટીમાં મિલાવી દીધી છે. વાવાણી માટે જે ખર્ચ કર્યો હતો તે પણ ઉપજી શકે તેમ નથી. 

માવઠાના મારથી હવે અન્નદાતાને કોઈ ઉગારી શકે તો તે માત્ર સરકાર જ છે. જો સરકાર ત્વરિત સર્વે કરાવીને રાહત પેકેજની જાહેરાત કરે તો ખેડૂતોને થોડીઘણી રાહત મળી શકે છે. તેથી અન્નદાતા બે હાથ જોડી સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. સરકારે તમામ જિલ્લામાંથી નુકસાનીની વિગતો તો મંગાવી છે, પરંતુ કૃષિ વિભાગ ક્યારે સર્વેની કામગીરી શરૂ કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાય આપે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news