TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો

disha vakani news: 'જેઠાલાલ'(Jethalal)ના પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યારે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણી(Disha Vakani)એ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી 'દયાબેન' બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું.

TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો

TMKOC Dayaben:  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) એ ટીવી પરનો સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. પરંતુ આ શોમાં 'જેઠાલાલ' અને 'દયાબેન'(Disha Vakani)ની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશી અને દિશા વાકાણી(Disha Vakani)એ સૌથી વધુ લોકપ્રિયતા મેળવી છે.

'જેઠાલાલ'(Jethalal)ના પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યારે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણી(Disha Vakani)એ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી 'દયાબેન' બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું. ભલે આ અભિનેત્રી છેલ્લા 5 વર્ષથી પડદાથી દૂર છે, પરંતુ આજે પણ દર્શકો તેને ભૂલી શક્યા નથી. કદાચ આ જ કારણ છે કે 5 વર્ષ પછી પણ 'દયાબેન'ને શોમાં રિપ્લેસ કરવામાં આવી નથી. શોના નિર્માતાથી લઈને દર્શકો હજુ પણ દિશાની 'દયાબેન' તરીકે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

દિશા વાકાણી (Disha Vakani)ભલે વર્ષોથી ટીવીથી દૂર હોય, પરંતુ આજે પણ આ અભિનેત્રી ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ સાથે દિશા કરોડોની માલકિન પણ છે. 9 વર્ષ સુધી મુખ્ય ભૂમિકા ભજવનાર દિશા વાકાણી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક એપિસોડ માટે દિશા લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'દયાબેન' 37 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.

2015માં થયાં લગ્ન-
દિશા વાકાણીએ વર્ષ 2015માં મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. 2017માં દિશાએ મેટરનિટી લીવ લીધી હતી, જેના પછી તે આજ સુધી શોમાં પાછી આવી નથી. તમને જણાવી દઈએ કે, દિશાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો અને ગયા વર્ષે આ અભિનેત્રી એક પુત્રની માતા પણ બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news