Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...

Mukesh Ambani Cars: મુકેશ અંબાણી અત્યારે દેશના સૌથી અમીર વ્યક્તિ તો નથી પરંતુ તેમની પાસે કારોનો મોટો કાફલો છે. 

Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો :  કારની કિંમત છે અધધ..બાપ્પા...

Mukesh Ambani Car Collection: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ દેશના ખૂણે ખૂણેથી લઈને વિદેશમાં ફેલાયેલો છે. તેઓ એક સમયે દેશના સૌથી અમીર વ્યક્તિ પણ રહી ચૂક્યા છે. જોકે, હાલમાં તેઓ દેશના સૌથી મોટા અમીર નથી પરંતુ તેમની પાસે હજુ પણ કારનો વિશાળ કાફલો છે. તેમના ગેરેજમાંથી કરોડોની કિંમતની મોંઘામાં મોંઘી કાર ઉભી છે. ચાલો તેમની 5 સૌથી મોંઘી કાર વિશે જાણી લઈએ....

Rolls Royce Cullinan
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણી પાસે દુનિયાભરની લક્ઝરી કાર છે. તેની પાસે Rolls Royce Cullinan પણ છે, જેની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે. તેણે ગયા વર્ષની શરૂઆતમાં (2022) આ ખરીદી કરી હતી.
No description available.

Rolls Royce Phantom
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે લાંબા સમયથી રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપે છે. તેની કિંમત પણ લગભગ 13 કરોડ રૂપિયા છે. કાર ખૂબ જ લક્ઝુરિયસ છે અને તેમાં દેખાવ, સુવિધાઓ અને કન્ફર્ટની કોઈ કમી નથી.
Mukesh Ambani की ये हैं 5 सबसे महंगी कारें, एक की कीमत है 13 करोड़ से भी ज्यादा!

Mercedes Maybach Benz S660 Guard
મુકેશ અંબાણી મોંઘી અને લક્ઝરી કારના શોખીન છે. તેમના ગેરેજમાં ઘણી પાવરફુલ અને અલ્ટ્રા લક્ઝરી મર્સિડીઝ કાર છે. તેની પાસે Mercedes Maybach Benz S660 Guard પણ છે, જેની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
No description available.

BMW 760 Li Security (Armoured)
મુકેશ અંબાણીની પાસે બુલેટપ્રુફ કાર પણ છે. તેની પાસે BMW 760Li સિક્યુરિટી (આર્મર્ડ) છે. તેની કિંમત 8.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર બુલેટપ્રુફ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી સારી છે.
No description available.

Ferrari SF90 Stradale
મુકેશ અંબાણી પાસે ફેરારી SF90 Stradale પણ છે, જે એક હાઇબ્રિડ સ્પોર્ટ્સ કાર છે. તે સૌ પ્રથમ 2019માં રજૂ કરવામાં આવી છે. આ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવનારી આ પ્રથમ પ્રોડક્શન ફેરારી કાર છે. તેની કિંમત લગભગ 7.50 કરોડ રૂપિયા છે.
No description available.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news