નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિ

LIC Policy For Women: LIC એક રીતે ટ્રસ્ટનું નામ છે. આજે પણ દેશના કરોડો લોકો LIC અને પોસ્ટ ઓફિસમાં નાણાં રોકવાનું પસંદ કરે છે અને LIC પણ તેના ગ્રાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. LIC ની આધાર શિલા યોજના (LIC Aadhaar Shila) હેઠળ ગ્રાહક પૈસાની બચત પણ કરી શકશે અને સારું વળતર પણ આપશે.

નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિ

LIC આધાર શિલા નીતિ: જો તમે LIC ની યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે LIC ની આધાર શિલા યોજનામાં દરરોજ નાની બચતનું રોકાણ કરીને સરળતાથી સારું વળતર મેળવી શકો છો. આ માટે તમારે દરરોજ માત્ર 58 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે તમને મેચ્યોરિટી પર મોટી રકમ તરીકે મળશે. LIC (LIC India)ની આ પોલિસી હેઠળ 8 વર્ષથી 55 વર્ષની મહિલાઓ તેમાં રોકાણ કરી શકે છે.

LIC એક રીતે ટ્રસ્ટનું નામ છે. આજે પણ દેશના કરોડો લોકો LIC અને પોસ્ટ ઓફિસમાં નાણાં રોકવાનું પસંદ કરે છે અને LIC પણ તેના ગ્રાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. LIC ની આધાર શિલા યોજના (LIC Aadhaar Shila) હેઠળ ગ્રાહક પૈસાની બચત પણ કરી શકશે અને સારું વળતર પણ આપશે. ઉપરાંત મેચ્યોરિટી પર, ગ્રાહક તરત જ તેમના પૈસા પરત મળશે. આ યોજના હેઠળ  પોલિસીધારકના મૃત્યુ પછી પણ તમામ પૈસા નોમિનીને આપવામાં આવે છે.

આ રીતે તમને મોટી રકમ મળશે
ધારો કે, 30 વર્ષની ઉંમરે તમે આ યોજનામાં સતત 20 વર્ષ સુધી દરરોજ 58 રૂપિયા જમા કરાવ્યા, તો તમારા પ્રથમ વર્ષમાં કુલ 21918 રૂપિયા જમા થશે. જેના પર તમારે 4.5 ટકાના દરે ટેક્સ પણ ચૂકવવો પડશે. ત્યારબાદ બીજા વર્ષે તમારે 21446 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તમે આ પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે જમા કરશો. તમે દર વર્ષે પ્રીમિયમ ભરવા પર 20 વર્ષ માટે 429392 રૂપિયા જમા કરશો. આ પછી મેચ્યોરિટી સમયે, તમને કુલ 794000 રૂપિયા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news