PM Kisan Yojana: શું પિતા-પુત્ર બન્નેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ?

PM Kisan Samman Nidhi Yojana: ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની સૌથી સારી યોજનાઓ પૈકીની એક યોજના એટલે પીએમ કિસાન સન્માનનિધિ યોજના. જાણો આ યોજના અંતર્ગત કોણ કોણ લઈ શકે છે લાભ.

PM Kisan Yojana: શું પિતા-પુત્ર બન્નેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ?

PM Kisan Samman Nidhi Yojana: ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે આસાયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં પીએમ મોદી પણ અવાર નવાર પોતાના ભાષણોમાં પણ કહી ચુક્યા છેકે, આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના છેવાડાના માનનીની સરકાર છે, આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. પીએમ મોદીના વિધાનને સાકાર કરતી વિવિધ સરકારી યોજનાઓ પૈકીની એક યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના.

કરોડો દેશવાસીઓ લઈ રહ્યાં છે આ યોજનાનો લાભઃ
ભારત સરકાર દેશભરના કરોડો ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપી રહી છે. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ગરીબ ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6 હજાર રૂપિયાની આ નાણાકીય સહાય વાર્ષિક ધોરણે ત્રણ હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ગરીબ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. 

ભારત સરકારે અત્યાર સુધીમાં નાણાંના કુલ 16 હપ્તા જાહેર કર્યા છે. તાજેતરમાં, મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, પીએમ નરેન્દ્ર મોદીએ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું એક પરિવારમાં પિતા અને પુત્ર બંને એકસાથે PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે.

કોને મળી શકે છે આ યોજનાનો લાભ?
એક પરિવારમાં માત્ર એક સભ્યને જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ કારણોસર, એક પરિવારમાં પિતા અને પુત્ર એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે પરિવારના નામે જમીન નોંધાયેલ છે તેને જ યોજનાનો લાભ મળે છે.

ગેરરીતિ રોકવા કડક નિયમો લાગૂઃ
દેશમાં ઘણા લોકો આ યોજનાનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે. આ કારણોસર, સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો. આ સ્થિતિમાં, તમારે યોજનામાં આ બંને મહત્વપૂર્ણ કાર્યો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ. જો તમે આ બંને મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ ન કરો. આ સ્થિતિમાં તમને સ્કીમનો લાભ નહીં મળે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news