Gujarat News

વડાપ્રધાન મોદીના હસ્તે આજથી 9માં વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

વડાપ્રધાન મોદીના હસ્તે આજથી 9માં વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કરાવશે. 3 દિવસ સુધી ચાલનારી આ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ હાજરી આપશે. 

Jan 18, 2019, 08:21 AM IST
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પ્રથમ દિવસે કરેલી મુખ્ય વાતો

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પ્રથમ દિવસે કરેલી મુખ્ય વાતો

ગુજરાતનો વેપારી હોડી લઈને દુનિયામાં વેપાર કરતો આવ્યો છેઃ મોદી 

Jan 18, 2019, 12:03 AM IST
10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ

10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ

આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.  

Jan 17, 2019, 11:54 PM IST
Vibrant Summit 2019 : જાણો દેશના સૌથી મોટા ટ્રેડ શોની વિશેષતાઓ

Vibrant Summit 2019 : જાણો દેશના સૌથી મોટા ટ્રેડ શોની વિશેષતાઓ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત દેશના સૌથી મોટા ટ્રેડ શોનું ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે, આ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં દુનિયાના 100 કરતાં પણ વધુ દેશના 3000 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ હાજર રહેશે, 20 જાન્યુઆરીથી આ ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે, આ વખતની વાઈબ્રન્ટ ગુજરાતની થીમ 'શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા' રાખવામાં આવી છે  

Jan 17, 2019, 11:36 PM IST
દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ

દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ

ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી દાંડીકૂચ અને આજે પણ એના સંસ્મરણો સાચવી રાખનારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલા ગાંધી સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આગામી 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વ ફલક પર મુકાશે.

Jan 17, 2019, 11:29 PM IST
છોટાઉદેપુર: બોડેલી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, માતા પુત્રનું મોત

છોટાઉદેપુર: બોડેલી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, માતા પુત્રનું મોત

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં આસરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહત્વનું છે, કે આ અકસ્માત બોડેલીના કંકરોલિયા પાસે બની હતી. કાર અને છકડા વચ્ચે ઘડાકાભેર અકસ્માત થતા એક મહિલાનું અને એક બાળકનું મોત થયું હતું.  

Jan 17, 2019, 10:57 PM IST
હાલોલમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા, રૂપિયા 70 કરોડની કરચોરી ઝડપાઇ

હાલોલમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા, રૂપિયા 70 કરોડની કરચોરી ઝડપાઇ

પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સેન્ટ્રલ જીએસટી તેમજ અન્ય કર સહિતની કુલ 70 કરોડની કર ચોરી ઝડપાઈ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત જીઆઇડીસીમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગત રાત્રીના દરોડા પાડવામાં આવ્યા હતા.

Jan 17, 2019, 10:09 PM IST
સુરત: એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત: એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા

શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા તરફ પા પા પગલી ભરી રહેલા સુરતના એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર આર.આર ગુપ્તાને આજે એસીબીએ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કોન્ટ્રાકટના બિલ પેટે રુપિયા 30 હજાર લાંચ માંગી હતી. એક વર્ષ પહેલા સુરત એરપોર્ટ પર જોઇન્ટ જનરલ મેનેજર તરીકે બદલી થઇને આવેલા રાધા રમણ ગુપ્તા ઉર્ફે આર આર ગુપ્તા દ્વારા એરપોર્ટના વિસ્તરણની કામગીરી સાથે પોતાની બે નંબરની આવક મેળવવા માટે લાંચ લેવાનો પણ કાપો વાળવામાં આવ્યો હતો.

Jan 17, 2019, 09:50 PM IST
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ, કરી ડિજિટલ ચૂકવણી

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો 

Jan 17, 2019, 09:11 PM IST
પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અક્સ્માત બાદ મદદ માટે પરિવારના વલખા

પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનના અક્સ્માત બાદ મદદ માટે પરિવારના વલખા

વડોદરાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનો અકસ્માત થતા તેમની હાલત ગંભીર છે. ત્યારે જેકોબ માર્ટિનને બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી કોઈ પણ આર્થિક મદદ ન મળતા તેમની પત્નીએ મીડિયા સમક્ષ આવી આપવીતી વર્ણવી હતી. તો બરોડા ક્રિકેટ એસોસિયેનના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. 

Jan 17, 2019, 07:09 PM IST
રાજકોટ: સ્વાઈન ફ્લૂથી 17 દિવસમાં 6 લોકોના મોત, 46 કેસ પોઝિટિવ

રાજકોટ: સ્વાઈન ફ્લૂથી 17 દિવસમાં 6 લોકોના મોત, 46 કેસ પોઝિટિવ

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે જૂનાગઢ જિલ્લામાં 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ કેસ નોધાયાતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે. મહત્વનું છે, કે જૂનાગઢના એક યુવાન, એક પુરુષ અને એક વૃદ્ધાના રોપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મહત્વનું છે, કે 17 દિવસમાં આશરે 46 જેટલા પોઝિટિલ કેસ નોધાયા હતા. જે પૈકી ગત 17 દિવસોમાં જ 6 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.   

Jan 17, 2019, 06:41 PM IST
ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે 'Vibrant Summit-19'

ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે 'Vibrant Summit-19'

આ વખતની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકાના દેશો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, વાઈબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીનો દિવસ 'આફ્રિકા ડે' તરીકે ઉજવવામાં આવનારો છે, આ સાથે જ ટ્રેડ શોમાં આફ્રિકન દેશો માટે એક આખું પેવેલિયન ફાળવવામાં આવ્યું છે, જેમાં 32થી વધુ દેશ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે, ગુજરાત અને આફ્રિકા વચ્ચેનો સંયુક્ત વેપાર 19.6 બિલિયન ડોલર રહ્યો છે  

Jan 17, 2019, 06:08 PM IST
સુરત RTO કચેરીમાં કૌભાંડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ આપ્યા લાઇસન્સ  

સુરત RTO કચેરીમાં કૌભાંડ, ડ્રાઇવિંગ ટેસ્ટ વગર જ આપ્યા લાઇસન્સ  

ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું હોય તો દરેકે ફરજીયાત ખાસ બનાવાયેલા ટ્રેક ઉપર વાહન ચલાવવું પડતું હોય છે, જો તેમાં પાસ થાવ તો જ લાઈસન્સ મળે છે, જોકે વિવાદોમાં રહેવા ટેવાયેલા સુરતના પાલ આરટીઓમાં ખોટી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. એક કમિટી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે, જેમાં 55 થી 60 જેટલા લાઈસન્સ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર જ બનાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, આ તમામ લાઈસન્સ ધારકોને નોટીસ આપી તેમના જવાબ લેવામાં આવશે.

Jan 17, 2019, 05:00 PM IST
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો

વાયબ્રન્ટ ગુજરાત 2019: વર્ષ 2017માં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 12 દેશ પાર્ટનર કન્ટ્રી બન્યા હતા, આ વખતે 5 વધુ દેશ સમિટમાં ભાગીદાર બન્યા છે, જોકે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુનાટેડ કિંગડમ (બ્રિટન)એ ભાગીદાર બનવા માટે ના પાડી દીધી હતી

Jan 17, 2019, 04:52 PM IST
જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા

જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા

 રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

Jan 17, 2019, 03:52 PM IST
પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું

પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું

 ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા  ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી. 

Jan 17, 2019, 02:50 PM IST
સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી સમિટનું ઉદઘાટન

સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી સમિટનું ઉદઘાટન

 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજીઝ અંગે સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેનુ ઉદઘાટન કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે કરવામાં આવ્યું હતું. 

Jan 17, 2019, 11:52 AM IST
ભૂલથી પણ આજે અમદાવાદના આ 8 રસ્તા પર ન નીકળતા, નહિ તો થશો હેરાન-પરેશાન

ભૂલથી પણ આજે અમદાવાદના આ 8 રસ્તા પર ન નીકળતા, નહિ તો થશો હેરાન-પરેશાન

 પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે

Jan 17, 2019, 11:37 AM IST
PM મોદી જે કાર્યક્રમોમાં આવવાના છે, તેના આમંત્રણમાં ન છપાયું નીતિન પટેલનું નામ

PM મોદી જે કાર્યક્રમોમાં આવવાના છે, તેના આમંત્રણમાં ન છપાયું નીતિન પટેલનું નામ

 પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે. ત્યારે આ ઉદઘાટન વચ્ચે એક આંખે ઉડીને વળગે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકામાં ક્યાંય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી. 

Jan 17, 2019, 10:51 AM IST
ડાયરામાં કલાકારની સાથે અલ્પેશ ઠાકોર પર પણ કરાયો રૂપિયાનો વરસાદ

ડાયરામાં કલાકારની સાથે અલ્પેશ ઠાકોર પર પણ કરાયો રૂપિયાનો વરસાદ

 હાલ ગુજરાતમાં ડાયરાની મોસમ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ કલાકારોના ડાયરા યોજાઈ રહ્યા છે, અને આ ડાયરામાં લોકો રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના લાખણી આગથળા ગામે સંગીતા લાબડીયાનો ડાયરો યોજાયો હતો, અને આ ડાયરામાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે રૂપિયા વરસાવ્યા હતા.

Jan 17, 2019, 09:35 AM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close