Investment Tips Before Budget 2023: બજેટ પહેલાં આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે તગડી કમાણી

Investment Tips Before Budget 2023: 1 ફેબ્રુઆરી 2023ના દેશનું સામાન્ય બજેટ આવવાનું છે. આ બજેટ દેશની જનતા માટે ખૂબ જ અગત્યનું રહેશે કારણે 2024ની ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આ બજેટ માટે લોકોને ખૂબ જ આશા છે. તો ભારતીય શેરબજારની નજર પણ આ બજેટ પર છે. એવામાં બજેટ પહેલા કેટલાક ખાસ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે.

Investment Tips Before Budget 2023: બજેટ પહેલાં આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે તગડી કમાણી

Investment Tips Before Budget 2023: ભારતીય શેરબજારની નજર પણ આ બજેટ પર છે. એવામાં બજેટ પહેલા કેટલાક ખાસ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે, બજેટમાં આ સેક્ટર પર સરકારનું ફોકસ રહી શકે છે

1 ફેબ્રુઆરી 2023ના દેશનું સામાન્ય બજેટ આવવાનું છે. આ બજેટ દેશની જનતા માટે ખૂબ જ અગત્યનું રહેશે કારણે 2024ની ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આ બજેટ માટે લોકોને ખૂબ જ આશા છે. તો ભારતીય શેરબજારની નજર પણ આ બજેટ પર છે. એવામાં બજેટ પહેલા કેટલાક ખાસ સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે, બજેટમાં આ સેક્ટર પર સરકારનું ફોકસ રહી શકે છે.

રેલવે-
રેલવે પ્રગતિ માટે સરકારે અનેક પગલાં લીધા છે. હાલમાં જ વંદે ભારત સહિત અનેક ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કે સરકાર બજેટ ભાષણમાં રેલવેને અનેક નવી ભેટ આપી શકે છે. એવામાં રેલવેના સ્ટોક્સ ફાયદો કરાવી શકે છે.

માળખાકીય સુવિધાઓ-
કેન્દ્ર સરકાર સતત દેશના વિકાસ માટે કામ કરી રહી છે. જેમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખાસ ભૂમિકા છે. કેન્દ્ર સરકાર સતત તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં એક્સપર્ટ્સનું માનવું છે કે બજેટ 2023માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મામલે મહત્વનું એલાન કરી શકે છે. એવામાં આવા શેર પર ધ્યાન આપી શકાય છે.

કૃષિ-
ખેડૂતોની આવક વધારવા માટે સરકાર લાંબા સમયથી કામ કરી રહી છે. તો ખેડૂતોને તેમના પાકને સારા ભાવ અપાવવા માટે પણ સરકારના પ્રયાસ છે. આ પૂર્ણ બજેટમાં ખેડૂતોને ભલા માટે પગલાં લેવાશે તેવી આશા છે. એવામાં આ સેક્ટર સાથે જોડાયેલા શેર પર તમે નજર રાખી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news