મુકેશ અંબાણીનો સૌથી મોટો પ્લાન, હવે અહીં કરશે 60,000 કરોડ રૂપિયાનું રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રમાં દેશનું પહેલું એન્ટીગ્રેટેડ ડિજિટલ એરિયા બનાવવાની જાહેરાત કરી છે. મૈગ્નેટિક મહારાષ્ટ્ર ઈન્વેસ્ટર સમિટમાં મુકેશ અંબાણીએ પોતાના મોટા પ્લાનની જાહેરાત કરી. તેમણે અહીં ડિજિટલ ઈન્ડસ્ટ્રિયલ એરિયા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી 10 વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યા પ્રમાણે, કંપનીના આ પ્લાનમાં વિદેશી ટેક કંપનીઓ પોતાનું રોકાણ કરવાનું મન બનાવી ચૂકી છે. કંપનીની આ જાહેરાત પહેલા જ 20થી વધુ કંપનીઓએ આ પ્લાનમાં રોકાણ કરવાની વાત કરી હતી. 

 

મુકેશ અંબાણીનો સૌથી મોટો પ્લાન, હવે અહીં કરશે 60,000 કરોડ રૂપિયાનું રોકાણ

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રમાં દેશનું પ્રથમ ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એરિયા બનાવવાની જાહેરાત કરી છે. મૈગ્નેટિક મહારાષ્ટ્ર સમિટમાં મુકેશ અંબાણીએ પોતાના સૌથી મોટા પ્લાનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડસ્ટ્રીયલ એરિયા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી 10 વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યા પ્રમાણે, કંપનીના આ પ્લાનમાં વિદેશી ટેક કંપનીઓ પોતાનું રોકાણ કરવાનું મન બનાવી ચૂકી છે. કંપનીની આ જાહેરાત પહેલા જ 20થી વધુ કંપનીઓએ આ પ્લાનમાં રોકાણ કરવાની વાત કરી હતી. 

કઈ કંપની કરશે રોકાણ
મુકેશ અંબાણીએ જણાવ્યા પ્રમાણે 20થી વધુ ગ્લોબલ આઈટી ફર્મે ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એરિયા યોજના સાથે જોડાવાનું મન બનાવી લીધું છે. તેમાં સીમેન્સ, એચપી, ડેલ, સિસ્કો, નોકિયા જેવી ટેક કંપનીઓ સામેલ છે. મુકેશ અંબાણીએ કહ્યું ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે. ચીનના મેન્યુફેક્ચરિંગની ક્ષમતાની મદદથી બધુ મેળવ્યું છે. હવે સમય ભારતનો છે અને અમે ચીનથી વધુ મેળવી શકીએ છીએ. 

ડિજિટલ ઈન્ડિયાનું સપનું થશે સાકાર
મુકેશ અંબાણી પ્રમાણે, તેનું આ પ્લાનિંગ ડિજિટલ ઈન્ડિયા અને ન્યૂ મહારાષ્ટ્રના સપનાને સાકાર કરશે. આ સિવાય નવી યોજનાથી રિલાયન્સ જિયોને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ મળશે. અંબાણીએ કહ્યું કે ભારત પાસે નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત પણ આર્ટિફીશિયલ  ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, બ્લોકચેન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, નેક્સ્ટ જનરેશન વર્ચુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી, લાઇફ સાયન્સની દોડમાં પાછળ ન રહી શકે. 

હાલમાં જ જિયો પર કર્યું હતું રોકાણ
રિલાયન્સે હાલમાં જ જિયો નેટવર્ક પર આશરે 14 ખરબ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેના થોડા સમય બાદ રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝે પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે. રિલાયન્સ જિયોએ દેશમાં સૌથી ઝડપી નેટવર્ક સ્થાપિત કરવાનો દાવો કર્યો. આજ કારણે જિયોની લોન્ચિંગ પહેલા ભારત ડેટા વપરાશના મામલે નંબર 1 દેશ બન્યો. જીયો પહેલા ડેટાના વપરાશમાં ભારતનું સ્થાન 155મું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news