1 June 2023: આજથી બદલી ગયા આ નિયમ, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
1 June 2023: આ નિયમોમાંથી કેટલાક નિયમ એવા છે જેની અસર લોકો પર પણ થવાની છે. ખાસ કરીને લોકોના બજેટ ઉપર 1 જુન 2023 થી બદલાયેલા નિયમો સૌથી વધુ અસર કરશે. 1 જુન 2023 થી બદલાયેલા નિયમોમાં ઇપીએફઓ, ગોલ્ડ અને ઇલેક્ટ્રિકલ વાહનોનો સમાવેશ થાય છે
Trending Photos
1 June 2023: 1 જુન 2023 થી દેશમાં ઘણા બધા નિયમ લાગુ પડ્યા છે. આ નિયમોમાંથી કેટલાક નિયમ એવા છે જેની અસર લોકો પર પણ થવાની છે. ખાસ કરીને લોકોના બજેટ ઉપર 1 જુન 2023 થી બદલાયેલા નિયમો સૌથી વધુ અસર કરશે. 1 જુન 2023 થી બદલાયેલા નિયમોમાં ઇપીએફઓ, ગોલ્ડ અને ઇલેક્ટ્રિકલ વાહનોનો સમાવેશ થાય છે તો ચાલો તમને જણાવીએ 1 જુન 2023 થી અમલમાં આવેલા નવા નિયમો વિશે.
ઈલેક્ટ્રીક ટુ વિલર
ઈલેક્ટ્રીક ટુ વ્હીલર વાહનોની કિંમતમાં 1 જુન 2023 થી વધારો થયો છે. કારણ કે સરકારે ઈલેક્ટ્રીક ટુવિલર વાહન પર આપવામાં આવતી સબસીડી ઘટાડી છે. એક જુન કે તેના પછી ઈલેક્ટ્રીક વાહનો પર પહેલા કરતાં ઓછી સબસીડી મળશે.
આ પણ વાંચો:
ઇપીએફઓના નિયમ
એક જૂનથી ઇપીએફઓના નિયમ પણ બદલવા જઈ રહ્યા છે. હવે પીએસ અકાઉન્ટને આધાર સાથે લીંક કરવું ફરજિયાત થયું છે.
ગોલ્ડ હોલમાર્કિંગ
ગોલ્ડ હોલમાર્કિંગ સાથેનો નિયમ પણ 1 જુનથી લાગુ થયો છે. હવે સોનુ ખરીદવા અને વેચવા માટે હોલ માર્કિંગ જરૂરી થઈ ગયું છે તેના વિના સોનુ ખરીદી નહીં શકાય.
ચેક પેમેન્ટ
એક જૂનથી બેન્ક ઓફ બરોડાના ચેક પેમેન્ટની રીત પણ બદલાઈ ગઈ છે. નવા નિયમ અનુસાર જો ચેકમાં અમાઉન્ટ મોટી હોય તો તેની જાણકારી પહેલાથી બેંકને આપવી પડશે.
ગેસ સિલિન્ડર સીએનજી અને પીએનજી પ્રાઇસ
નવા મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડર સીએનજી અને પીએનજી ની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે