7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને મોદી સરકાર આપશે હોળી ગિફ્ટ! આટલું વધી શકે છે DA

કેન્દ્રિય કર્મચારીઓને હાલ 31 ટકાનું Dearness Allowance (DA) મળે છે, એક રિપોર્ટસ પ્રમાણે, ઓલ ઈન્ડિયા કંઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI) ના ડિસેમ્બર 2021ના આંકડાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્રિય કર્મચારીઓનું DA ત્રણ ટકા સુધી વધારી શકે છે. તેનાથી કેન્દ્રિય કર્મચારીઓને મળનાર DA 34 ટકા થઈ જશે

 7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને મોદી સરકાર આપશે હોળી ગિફ્ટ! આટલું વધી શકે છે DA

7th Pay Commission Latest News Update: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શનર્સને એક મોટી ખુશખબર મળનાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થું વધારવા જઈ રહી છે.  હોળી પહેલા તેની જાહેરાત થઈ શકે છે. સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધારે સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધારે પેન્શનર્સને સીધો ફાયદો મળશે.

જાણો કેટલું વધી શકે છે DA
કેન્દ્રિય કર્મચારીઓને હાલ 31 ટકાનું Dearness Allowance (DA) મળે છે, એક રિપોર્ટસ પ્રમાણે, ઓલ ઈન્ડિયા કંઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI) ના ડિસેમ્બર 2021ના આંકડાઓને ધ્યાનમાં રાખતા કેન્દ્રિય કર્મચારીઓનું DA ત્રણ ટકા સુધી વધારી શકે છે. તેનાથી કેન્દ્રિય કર્મચારીઓને મળનાર DA 34 ટકા થઈ જશે.

આ તારીખે થઈ શકે છે જાહેરાત
દેશના 5 રાજ્યમાં હાલમાં થયેલી ચૂંટણીઓનું પરિણામ 10 માર્ચે સામે આવી ચૂક્યું છે. તેની સાથે ચૂંટણી આચાર સંહિતા પણ સમાપ્ત થઈ જશે. ત્યારબાદ સરકાર ડીએને લઈને નિર્ણય કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે 16 માર્ચ, 2022 એ કેન્દ્રિય કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારવાની જાહેરાત થઈ શકે છે.

કેન્દ્રિય કર્મચારીઓને હોળી ગિફ્ટ
જો કેન્દ્ર સરકાર 16 માર્ચે 7th Pay Commission ની ભલામણ પ્રમાણએ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે તો આ હોળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોદી સરકારની હોળી ગિફ્ટ હશે. આ વર્ષે 18 માર્ચે હોળી મનાવવામાં આવશે.

શું હોય છે મોંઘવારી ભથ્થું (What is Dearness Allowance)
ઉલ્લેખનીય છે કે મોંઘવારી સતત વધી રહી છે. એવામાં કેન્દ્રિય કર્મચારીઓની આવક વધારવી જરૂરી હોય છે. સરકાર મોંઘવારીની ઈમ્પેક્ટને ઓછી કરવા માટે પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સને DA આપે છે. મોંઘવારી ભથ્થાનું કેલકુલેશ બેસિક સેલરીના આધારે પર કરવામાં આવે છે. સામાન્ય રીતે, કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં DA અને DR સંબંધિત લાભોમાં સુધારો કરે છે. શહેરો પ્રમાણે કર્મચારીઓના ડીએમાં તફાવત જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news