Apple નો iPhone થયો મોંધો, આ મોડલોના આપવા પડશે વધુ ભાવ

સરકાર તરફથી કસ્ટમ ડ્યુટી વધાર્યા બાદ થોડા દિવસમાં એપલના આઈફોનના વિભિન્ન મોડલના ભાવમાં 3210 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે

 

 Apple નો iPhone થયો મોંધો, આ મોડલોના આપવા પડશે વધુ ભાવ

નવી દિલ્હીઃ સરકાર તરફથી કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે થોડા દિવસમાં એપલના આઈફોનના વિભિન્ન મોડલોના ભાવમાં 3210 રૂપિયા સુધીનો વધારો થયો છે. કંપનીએ એપલ વોચની કિંમતમાં 2510 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. એપલની વેબસાઈટ પરથી આ જાણકારી મળી છે. એપલે આઈફોન એક્સના 256 જીબી વેરિયન્ટનો ભાવ 3210 રૂપિયા વધારીને 1,08,930 કરી દીધો છે. 

આજ રીતે આઈફોન 6 (32 જીબી)ની કિંમતમાં 1120 રૂપિયાના વધારા સાથે 31,900 રૂપિયા થઈ ગઈ છે. આઈફોન એસઈને છોડીને વધેલા ભાવથી તમામ ફોન મળશે. આઈફોન એસઈને ભારતમાં જ વિસ્ટ્રોન દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે. 32 જીબીવાળા આઈફોન એસઈની કિંમત 26 હજાર અને 128 જીબીવાળા મોડેલની કિંમત 35 હજાર રૂપિયા છે. 

એપલની વોચની કિંમતમાં આશરે 7.9 ટકાનો વધારો
બીજીતરફ બજેટમાં સ્માર્ટવોચ અને વિયરેબલ ડિવાઇસ પર કસ્ટમ ડ્યૂટી વધાર્યા બાદ એપલની વોચની કિંમતમાં આશરે 7.9 ટકાનો વધારો થયો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. 

એપલ વોચની સીરીઝ 3 38 એમએમની કિંમત હવે 32,380 રૂપિયા જ્યારે 42 એમએમ વર્ઝનની કિંમત 34,410 રૂપિયા થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં બીજીવાર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવે છે. આ પહેલા ડિસેમ્બરમાં સરકારે સ્થાનિક નિર્માણને વધારવા માટે ઈમ્પોર્ટેડ સ્માર્ટફોન પર કર 10 ટકાથી વધારીને 15 ટકા કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news